Friday, November 4, 2011

માનવ મંત્ર:4-11-2011


એક જગ્યાએ મેં વાંચ્યું હતું કે "ભૂલો એ એક એવા પ્રકારનું વ્યાજ છે જે માણસ આખી જીંદગી ચુકવે છે"
***
ના, જરૂરી નથી કે ભૂલોનું વ્યાજ માણસ હમેશા ચૂકવતો રહે. ભૂલ થઇ ગઈ એ થઇ ગઈ , એ એની ખુદની પસંદગી હતી અને એનાથી ભૂલ થઇ છે તો એમાં એણે કયા કારણથી "વ્યાજ" ચૂકવવાનું?
આ વ્યાજની વાત ત્યારે જ આવે છે જયારે માણસ પોતાની ભૂલ પછી પોતાની જ નજરમાંથી ઉતરી ગયો હોય છે. હું તો એમ કહું છું કે ભૂલ કરી તો કરી પછી પોતાને દોષ આપીને આપ્યા કરવાનું શું કારણ છે?
ભૂલ થઇ ગઈ, એમાંથી શીખીને આગળ વધો અને એ ભૂલ ફરીથી ના થાય એનું ધ્યાન રાખો!
જે માણસ ભૂલ કરીને અફસોસ જ કર્યે રાખે છે એની સૌથી મોટી ભૂલ એ હોય છે કે એ "ભૂલનો અફસોસ કરીને મર્યે રાખે છે"
જીવન મળ્યું છે,જીવવા માટે મળ્યું છે! આપણે અણસમજ છીએ , ભૂલો કરવાનો હક છે. ભૂલો કરીને એમાંથી શીખીને આગળ વધવાનો પણ હક છે.
પણ આપણે એ હકને બહુ મોટા બોજની જેમ લઇએ છીએ , શીખવાનું તો બાજુમાં રહ્યું આપણે અફસોસ કર્યે રાખીએ છીએ. જે પોતાના હકનું અપમાન છે, પોતાની જાતનું અપમાન છે.
હવે પોતાનું અપમાન કરીને કદાચ જીવવું છે કે પછી એ હકનું માન કરીને,એને અપનાવીને ખરેખરમાં આગળ વધવું છે એ આપણે જ નક્કી કરવાનું રહ્યું.
કીપ મુસ્કુરાના :)
***
માનવનું ઓફીશીયલ ફેસબુક પેજ:http://www.facebook.com/manavninajare

No comments:

Post a Comment