Monday, October 31, 2011

લાભપાંચમમાં માનવ નો અલગ નજરીયો


લાભ પાંચમ. દિવાળીનો છેલ્લો દિવસ. ઉર્ફ "લાખેણી પાંચમ" ઉર્ફ "સૌભાગ્ય પંચમી"!
ધંધાકીય દ્રષ્ટિએ આ બહુ ખાસ દિવસ છે. આજે ધંધાકીય ચોપડાને પાયેલાગુ કરીને ,પૂજા કરીને ધંધાની શરૂઆત કરવામાં આવે છે.
મુખ્યત્વે લાભ પાંચમમાં "લાભ" શબ્દ ધંધાકીય અને જીવનમાં લાભ માટેની શુભકામનાઓ માટે કરવામાં આવે છે. અને સાથે સાથે લાભ શબ્દમાં એક અલગ ભાવ છે.
માણસ તરીકેનો જન્મ મળવો એ "માનવ"માટે સૌથી મોટો લાભ છે. એટલે લાભ પાંચમના આ શુભ અવસર પર આપણે માનવ તરીકેના જન્મને એક અનેરા લાભ તરીકે જોઈએ.
સાથે સાથે મેં એક નવી વાત આજે જાણી છે જે હું આપ સૌની સાથે શેર કરવા માંગું છું.
દિવાળીમાં અને નવ-વર્ષમાં આપણે આપણા ઘરે આવતા સંબધીઓને મીઠાઈ ખવડાવીએ છીએ. એનું કારણ શું છે? નવા વર્ષની વધી આપવા? કદાચ હા...
પણ મીઠાઈ ખવડાવવાનું કારણ એ છે કે આપણે એ સંબંધી સાથેના સંબધોમાં મીઠાશ ભરીએ, અને એ મીઠાશ હમેશા આપણા અને આપણા સંબધીના જીવનમાં રહે. એટલે જયારે પણ આપ આપના સંબંધીઓને મીઠાઈ ખવડાવો ત્યારે એ ભાવથી ખવડાવો કે આપ સંબંધમાં મીઠાશ ભરવા માંગો છો અને જયારે આપ આપના કોઈ સંબધીના ઘરે મીઠાઈ આરોગો ત્યારે એમના ભાવને "સંબધમાં મીઠાશ" સમજજો. જીવનમાં દરેક સંબધમાં આવી જ મીઠાશ આવી જશે.
જીવનમાં આવી જ રીતે મીઠાશ ભરતા રહો. ભગ્ગું આપણને આવા અવસરો આપીને આપણને જીવન જીવવાની મજ્જા કરાવતા રહે છે. બસ આપણે એને માનવની નજરે.જોવાની જરૂર છે.
કીપ મુસ્કુરાના :)
***
માનવની બીજી વાતો આપ ફેસબુક ઉપર વાંચી શકો છો :
http://www.facebook.com/manavninajare

હેપ્પી હેલોવીન.... ;)


ઘણા બધાને આના વિશે ખબર પણ હશે અને ઘણા લોકો હેલોવીન શું છે એ જાણવામાં વધારે રસ ના પણ હોય. કારણ? એનો દેખાવ! મેં જે ફોટો અટેચ કર્યો છે એ જોઈને જ કઈ થઇ જાય.
પણ સાચું કહું તો આમાં પણ એક અલગ મજા છે.
હેલોવીન ડે મુખ્યત્વે યુ.એસ અને યુરોપ બાજુ વધારે ઉજવાય છે. એમાં લોકો એકદમ વિચિત્ર કપડા પહેરીને મોજમજા કરે. હેલોવીન વિશે સર્ચ કરતા એક વિચિત્ર વાત જાણવા મળી. આપણે કદાચ એમ માનતા હોઈએ કે ભારતીયો સૌથી વધારે અંધશ્રધ્ધામાં માને છે કે ભૂત પ્રેતમાં મને છે પણ.... અહિયા થોડો અલગ નજારો છે. બહારના દેશો ભૂતપ્રેતમાં વધારે માને છે જેનું તાજું ઉદાહરણ છે "હેલોવીન ડે, હેલોવીન પાર્ટી."
હેલોવીન વિશે જાણવા જાઓ તો ઘણા બધા કન્ફ્યુઝન્સ પેદા થાય છે કારણકે અમુક લોકો એને ફોલો કરે છે તો અમુક લોકો નથી કરતા. જે લોકો ફોલો કરે છે એમાં પણ અલગ અલગ માન્યતાઓ છે, અલગ અલગ રીતનું સેલીબ્રેશન છે. એટલે એની અંદર આપણે નથી ઉતરતા.
હેલોવીન ડેમાં પણ માનવનો એક અલગ નજરીયો છુપાયેલો છે. આજે માનવ પણ હેલોવીન ડે મનાવશે અને એવી આશા રાખું છું કે આપ પણ હેલોવીન ડે મનાવશો. ( આખું લખાણ વાંચ્યા પછી આપને આપોઆપ ખ્યાલ આવી જશે કે માનવ શું કહેવા માંગે છે.)
હેલોવીન ડે માનવતા લોકોમાં એક માન્યતા હોય છે કે દરેક વ્યક્તિમાં એક ભૂત હોય છે. જે કોઈ કારણથી બહાર નથી આવતું.
અહી ભૂતની વ્યાખ્યા એ લોકો થોડી અલગ રાખે છે.
એમના મતે ભૂત એટલે માણસની અંદર રહેલા ખરાબ તત્વો, ખરાબ ગુણો.
માણસ માને કે ના માને એનામાં કોઈક હેલોવીન તત્વો રહેલા જ હોય છે જે જાણીને કે અજાણતા પણ બહાર નથી આવતા. હેલોવીન ડેનો ઉદ્દેશ એ જ છે કે એ લોકો અંદરના ભૂતને (ખરાબ તત્વો)ને બહાર ફગાવી દેતા હોય છે અને પછી એનું સેલીબ્રેશન કરતા હોય છે.
તો આજે આપણે મનથી નક્કી કરીએ કે આપણી અંદર કયા હેલોવીન રહેલા છે અને એમને દુર કરવાનો એક પ્રયાસ કરીએ. આવી રીતે હેલોવીન ડે ઉજવીએ. બોલો હવે તો હેલોવીન ડે ઉજવવો ગમશે ને?
જીવનના દરેક "ડે" ને સેલીબ્રેટ કરીએ માનવની નજરે.અને રહીએ ઓલ્વેઝ મુસ્કુરના :)
***
માનવની બીજી વાતો આપ ફેસબુક ઉપર વાંચી શકો છો :
http://www.facebook.com/manavninajare

સરદાર વલ્લભભાઈ પટેલ = "ખરા DUDE"!


યંગસ્ટર્સમાં એક શબ્દ બહુ ફેમસ છે "DUDE"
મારી લાઈફના એક DUDE ને આજે મળાવું.
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ઉર્ફ "સરદાર પટેલ" ઉર્ફ માનવની નજરે. ખરા "DUDE"
હવે એમને DUDE કેમ કહું છું એનું કારણ કહું.
સૌથી પહેલા તો એમનો ફોટો જુઓ. એટીટ્યુડ , આંખોમાં એક અલગ ચમક, એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ. એમના મુખ ઉપરથી જ એમનો સ્પષ્ટવક્તા સ્વભાવ ઝરી રહ્યો છે.
જે ધારે એ કરી બતાવે એવા દ્રઢ નિશ્ચયી.
માત્ર ભારત જ નહિ, દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.
સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાય ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લખાવી હતી!
મારા મતે લશ્કરના જવાનો પણ એમના મનોબળથી કોસો દુર હશે એવા વિરલ પ્રતિભાશાળી વ્યક્તિ છે આપણા સરદાર.(અહી મેં "છે" શબ્દનો પ્રયોગ કર્યો છે એ કોઇજ ભૂલને લીધે નહિ પણ સરદાર આજે પણ જીવિત છે એ સંદર્ભમાં કર્યો છે.)
એવી માન્યતા છે કે સરદારના દેહાંત બાદ ઘણા દાયકાઓ સુધી ભારતીય સરકાર, રાષ્ટ્રીય મિડીયા તેમજ કોંગ્રેસ પાર્ટી દ્વારા સરદારના જીવન તથા તેમણે કરેલા કાર્યોની પ્રસંશા તેમજ પ્રચાર કરવામાં ઉદસીનતા દાખવી હતી.આમ છતાં સરદારને ગુજરાતમાં નાયક તરીકે પિછાણવામાં આવે છે.
સરદારના કાર્યોની પ્રશંશા ન થઇ હોવાથી આપણામાંથી ઘણા ઓછા લોકો "સરદાર" વિશે જાણે છે. સાથે સાથે એ કાર્યો અને એમના વલણની કદર પણ ઘણા ઓછા લોકો કરી શક્યા.
કહેવાય છે ને કે સિહણનું દૂધ જેવા-તેવા પાત્રમાં ના થાય એના માટે સોનાનું જ પાત્ર જોઈએ. એમ જે લોકો સરદારની પ્રતિભા આંકવામાં ઉણા ઉતર્યા છે એ લોકોની ગણતરી કયા પાત્રમાં થાય છે એ તો સાબિત થઇ ગયું.
સરદાર પટેલ એટલે કે માનવના "DUDE"ને શત શત પ્રણામ. જીવનમાં એમનો એટીટ્યુડ ઘણો કામમાં આવ્યો છે એ વાત સ્વીકારવામાં હું પાછો નહિ પડું.
આપ સદાય અમારા હૃદયમાં બિરાજિત રહેશો.
Keep Muskurana In Our Heart!:)
***
માનવનું ફેસબુક પેજ જોઈન કરવાનું ભૂલતા નહિ :http://www.facebook.com/manavninajare
માનવ મંત્ર:
બદલાવ(CHANGE) એ જીવનનો સ્વભાવ છે.
પડકાર(CHALLENGE) એ જીવનનો મુખ્ય ઉદ્દેશ છે.
તો એનો સીધો અર્થ એ થાય છે કે જીવનમાં બદલાવને પડકારવાનું છે.
પડકારને બદલવાનું નથી.
CHALLENGE THE CHANGE. DON'T TRY TO CHANGE TO CHALLENGE.
BE THE CHALLENGER. YOU WON'T BE SAD OR DEPRESSED IN ANY SITUATION.
KEEP MUSKURANA :)
***
માનવનું ઓફીશીયલ ફેસબુક પેજ: 
http://www.facebook.com/manavninajare

Sunday, October 30, 2011

દિવાળીમાં મારે સંબંધીઓને નથી મળવું!


રવિવારે પણ માનવના વિચારોને ચેન નથી પડતું.
આજે થોડી અલગ વાત કરવી છે. જે ક્યાંક મારું ભૂતકાળ હતું અને જેને મેં મારી ઇચ્છાથી બદલીને સુધાર્યું છે અને એના ફળ આજે મને ઘણા મીઠા લાગી રહ્યા છે, પણ જયારે એ જ ભૂતકાળ આપણી પોતાની વ્યક્તિ દ્વારા ફરીથી આવે તો એને બદલવાની ઈચ્છા થાય.
વાત કંઇક એમ છે કે...
દિવાળી ગઈ પણ હવે એક નવી કસરત શરુ થઇ. સંબંધીઓને મળવાની.
બધાને ઘરે જવાનું, પગે લાગવાનું , નાસ્તો કરવાનો અને મજાથી વાતો કરવાની(એ વાત અલગ છે કે મેં જે રીતે લખ્યું છે એ રીતે સંબધીઓ જોડે વાત કરતા લોકો બહુ ઓછા છે, પણ માનવ થોડો "કલરીયો" છે તો એને મજાથી વાત કરવામાં જ મજા આવે છે)
ગઈકાલની જ વાત છે , અમારું આખું ફેમીલી મારા પા (પપ્પા)ના મામાને મળવા નીકળતા હતા અને અમારા નાની બહેને ફોડ પાડ્યો "મારે ત્યાં નથી આવવું!, મને કંટાળો આવે છે"
મને મારું નાનપણ યાદ આવી ગયું.(હજુ પણ કી ખાસ મોટા નથી થયા ;))
હું જયારે નાનો હતો ત્યારે હું પણ મારા પા અને મમ્મીને ના પાડતો હતો બહાર આવવા માટે.
ઘરે બેસીને ટીવી જોઈને કંટાળવાનું પણ સંબંધીઓને નહિ મળવાનું.
કારણ???? "મને તો ત્યાં કંટાળો આવે છે"
પણ મારા "પા" આ બાબતે ઘણા કડક. હું ગમે તેટલું ના પાડું, જીદ કરું તો પણ એ ના જ માને.
મને કહેતા "કંટાળો શેનો આવે? બધા જોડે વાત કરો એટલે આપોઆપ કંટાળો દુર થઇ જાય.દિવાળીમાં સંબંધીઓને નહિ મળે તો ક્યારે મળીશ?"
એટલે નાછુટકે મારે બધાને મળવા આવવું પડતું હતું. એક દિવસ પપ્પાએ મારી જીદ માનીને મને ઘરે બેસાડ્યો. મને સખત કંટાળો આવ્યો અને એકલું લાગ્યું. સાચું કહું તો જેટલો કંટાળો મને મારા સંબંધીઓને ત્યાં આવતો હતો એના કરતા ગ્રે રહવાનો આ કંટાળો થોડો ભારે હતો.
બીજા દિવસથી "પા" કહે એ પહેલા જ તૈયાર થઈને એમની જોડે બધી જગ્યાએ ગયો હતો.
***
આ હતું મારું ભૂતકાળ. જેમાંથી હું જાતે શીખ્યો અને બધા જોડે ભળતો થયો.
ગઈકાલે મને મારું ભૂતકાળ અમારી નાની બહેનમાં દેખાયું.
મેડમને નાછુટકે તૈયાર થવું પડ્યું અને અમારી જોડે બહાર આવવું પડ્યું. આખા રસ્તે મોઢું ચઢેલું હતું. પણ શું કરે?
અમે મામાના ઘરે પહોચ્યા અને બહાર નીકળ્યા અને પછીનો જે બદલાવ હતો એ જોવા જેવો હતો, જતા સમયે જે મોઢું ચઢેલું હતું એ મજાથી સ્માઈલ કરવા લાગ્યું. કારણ? મામાના ઘરે વાતો કરવાની અને બધાને મળવાની મજા આવી ગઈ. :)
***
ધીમેધીમે સમય બદલાઈ રહ્યો છે એવું લોકોને લાગે છે. "ખરેખરમાં સમય નથી બદલાઈ રહ્યો. બસ આપણું વલણ બદલાઈ રહ્યું છે."
આપણા બાળકો જો આપણને એક વખત એમ કહે કે મારે નથી આવવું તો આપણે વગર કહ્યે એમની વાત માની લઈશું. એનું કારણ એ છે કે આપણે કકળાટ નથી માંગતા. છોકરું ઘરે બેસીને ટીવી, લેપટોપ , પી એસ પી. પર રમ્યે રાખે અને કુવામાંનું દેડકું બની જાય છતાં અમુક વખતે આપણે એમને બહાર લઇ જવાનું ટાળતા હોઈએ છીએ.
બાળક નહિ જ સમજે કારણકે એને કંટાળો આવે એ સ્વાભાવિક છે. આજુબાજુ બધા મોટા હોય અને એમની વચ્ચે પોતે નાનો \નાની હોય તો કોની જોડે વાત કરે? શું બોલે? કયા ટોપિક પર પોતાનો મુદ્દો રજુ કરે? આ બધું થાય છે એટલે બાળકના મનમાં "કંટાળાની ગ્રંથી" બેસી જાય છે જે આપણે ક્યારેક ન સમજીને એને દુર નથી કરી શકતા. એ જયારે નાનું હોય ત્યારે કંટાળી જાય અને આપણે એને ન લઇ જઈએ એ વાત કદાચ માનીએ પણ એ દરમ્યાન બાળકના મનની અંદર જે ગ્રંથી બંધાય છે એ દ્રઢ બની જાય છે . આગળ જતા એ બાળક મોટું થાય છે પણ "કંટાળુ છુ"ની ગ્રંથી દુર નથી થતી.
છેવટે શું થાય છે કે આપણે બધા સંબંધીઓને ઓળખતા હોઈશું પણ બાળકને તો એ બધા બહારના કે અજાણ્યા જ લાગશે. પછી એ કોની જોડે વાત કરશે?
મોટો થયા પછી પણ એ નાનો જ રહી જશે.
જો મારા "પા"એ મારી જોડે કડકાઈનું વલણ રાખીને મને બધાના ઘરે ના લઇ ગયા હોત તો હું શું હોત એ મારા પડોસીના છોકરાઓને જોઈને જ હું કહું કે હું આવો જ હોત.
***
બાળક તો અણસમજ હોય છે એટલે એને નથી ખબર કે એનું એક પગલું આગળ જઈ ને એના કેટલા પગલા રોકશે,પણ આપણે તો સમજદાર છીએ ને? એને સમજદાર બનાવવાની જગ્યાએ જો એને આપણે કુવામાનો દેડકો બનાવીએ તો ક્યાંથી ચાલે? પછી આપણે જ ફરિયાદ કરતા હોઈશું "મારો ચિંટુ તો કોઈની જોડે વાત નથી કરતો!, મારી ચિંકી તો બોલતા બહુ શરમાય છે"
આવા સ્ટેટમેન્ટ એ અફસોસનું સૌથી મોટું ઉદાહરણ છે,જે કોઈને ના ગમે.
માનવ તો એક જ વાત કહે છે કે બહાર જતા કે સંબંધીઓને મળવા જતા જો બાળકો આવવાની ના પાડે તો એમને સમજાવાનું કામ આપણું છે. અને જો ના સમજે તો પણ એમને એકલા "ન" રાખીને પોતાની સાથે દુનિયા દેખાડવાની જવાબદારી પણ આપણી જ છે.
આજે હું મારા પા અને મા ને સ્પેશિયલ થેન્ક્સ કહું છું કે તેઓ એ મને કુવામાંથી બહાર કાઢીને દુનિયા દેખાડી. :)
બાળકોને આજે દુનિયા દેખાડશો તો કાલે ઉઠીને એ પણ સાચી દુનિયા દેખશે અને રહેશે મુસ્કુરાના :)
કીપ મુસ્કુરાના :)
A FAMILY LOOKS BEST WHEN ALL MEMBERS ARE HAPPY TOGATHER :)
http://www.facebook.com/manavninajare(માનવનું ઓફીશીયલ પેજ આજે જ જોઈન કરો)

માનવ મંત્ર:


એક પ્રાર્થના માનવ મંત્ર રૂપે:
હે ભગ્ગું, આપને એક વિનંતી છે. મને ક્યારેય એ વાત ના ભુલાવા દેતા કે "આપનો પ્રેમ મારી મુશ્કેલીઓ કરતા ઘણો વિશાળ છે અને તમારા પ્લાનિંગ મારા સપનાઓ કરતા ઘણા સારા છે."
બસ આટલું મને યાદ કરાવતા રહેજો જેથી હું હમેશા રહી શકું મુસ્કુરાના :)
***
ઉપર કહેલી પ્રાર્થના જો આપણે આત્મસાત કરીને સમજીએ તો આપણને સત્યનું દર્શન ચોક્કસથી થશે. ક્યારેક આપણે ભગ્ગુંને બ્લેમ કરીએ છીએ કે "તમે તો મારી જોડે કંઈજ સારું નથી કરતા,મારી સાથે જ કેમ આવુ થાય છે?" આ પ્રેયર વાંચીને સમજ્યા પછી એ પણ નહિ કરીએ.
ભગ્ગું હમેશા આપણું સારું જ ઈચ્છે છે અને કરે છે. કદાચ વર્તમાન પરિસ્થિતિ ખરાબ હોય તો એને જોઈને આપણને એવું ના પણ લાગે કે ભગ્ગુંએ આપણા કઈ સારું કર્યું છે. પણ ભગ્ગું હમેશા લોંગ ટર્મ પ્લાનીંગ કરતો હોય છે.
એટલે જો આપણી આજ થોડી ઢીલી પોચી હોય તો પણ ભગ્ગુંને આ જ પ્રાર્થના કરવાની. એનામાં, એમના પ્રેમમાં અને એમના પ્લાનીંગમાં વિશ્વાસ રાખીને કીપ મુસ્કુરાના :)
***
જો આપ ટ્વીટર ઉપર હો તો આપ માનવની વાતો ત્યાં પણ વાંચી શકો છો, આ રહી એની લીંક:
http://twitter.com/#!/Manavninajare

Saturday, October 29, 2011

તમારા મન ના પોકેટમાં કેટલા કાણા છે?


હમણા થોડા સમય પહેલા મારા મોબાઈલ પર એક એસ એમ એસ આવો હતો જે કંઇક આ મુજબ હતો:
An xcelent quote:
Keep  all ur troubles safely in ur pocket
Make sure that your pocket has hole…
અહીં મેં એક અલગ વાત નોંધી
અહી પોકેટ એટલે મન નું પોકેટ
કારણ કે પહેલા તો એવું કહેવાતું હતું કે હજુ પણ કહેવાય છે કે કોઈ પણ વાત મનમાં ના રાખવી
પણ માનવ કંઇક બીજું જ માને છે.

જે પણ વાતો તમને પ્રોબ્લેમ્સ લાગતી હોય એણે તમારા મનના પોકેટ માં રાખી મુકો પણ એ મનનું પોકેટ કાણાવાળું હોવું જોઈએ જેથી એ વાતો સરળતાથી નીકળી જાય અને કોઈ ને ખબર પણ ના પડે કે આવો કોઈ પ્રોબ્લેમ પણ હતો અને ક્યારે એ નીકળી ગયો.
કોઈ પણ વાત મનમાં રાખી મુકીએ એમાં કોઈ વાંધો નથી પણ જ્યારે એ જ મનમાં એણે સંભાળવાની તાકાત ના હોય છત્તા એણે મન માં રાખવામાં આવે તો લોચા થવાની પૂરે પૂરી શક્યતા છે!
અને જો તમને વાતો પ્રોબ્લેસ બધું મન માં રાખવાની એટલી જ ઈચ્છા હોય તો એ મન ના પોકેટ માં એક કાણું જરૂરથી રાખવું જેથી એ વાત ક્યારેય સરકી જાય અને મન ક્યારે હળવું ફૂલ બની જાય એ ખબર ના પડે.

કદાચ આજે આ પહેલી ઘટના હશે જેમાં મેં માનવની નજર માં વાત પહેલા કીધી છે પણ અનુભવ કદાચ ના પણ હોય
એનું કારણ એ પણ છે કે આ વખતે આ મેસેજ માં કોઈ અનુભવ નથી કારણકે હમેશા મારા મન ના પોકેટ માં હું હમેશા કાણા રાખું જ છું જેથી હું જીવન માં એ જ નાની નાની વાતો મન માં રાખી ને હું કોઈ જગ્યા એ અટકી ના જાઉં..
કારણકે  આવી વાતો જ્યારે મન માં રહી જાય છે ત્યારે એ વાત મન ની દીવાલમાં ચણાઈ જાય છે અને એ જ દીવાલ તમને કોઈ જગ્યા એ રોકી દે છે
પેન્ટના ખિસ્સામાં કાણું હોય તો ના પોસાય પણ મનની દીવાલમાં કે મનના પોકેટમાં તો હમેશા એકાદ કાણું રાખવું જ કારણકે .....
અરે ભૂલી ગયા?
હમણાં જ તો કીધું! માનવની નજરે અને માનવના અનુભવે!
Keep  all ur troubles safely in ur pocket
Make sure that your pocket has hole…
 આ મેસેજ ને હું થોડી અલગ રીતે લખું તો કંઇક આમ લખાય:
તમારા જીવન ની દરેક મુશ્કેલીઓ અને પ્રોબ્લેમ્સ ને તમારા મન ના પોકેટ માં રાખો
પણ હમેશા એ મન ના પોકેટ માં એક કાણું રાખો અને જો કાણું ના હોય તો કાતર(માનવ્ ની નજર) હું આપીશ !
જીયો દિલ સે દોસ્ત!
અને હમેશા જોતા રહેજો કે મન ના પોકેટ માં કાણું પુરાય નહિ ...
હમેશા પોતાને પૂછતાં રહેજો :મન ના પોકેટ માં કાણું તો છે ને?
ના હોય તો બનાવી લો દોસ્ત! ;)