Monday, November 28, 2011

થેન્ક્યુ મમ્મી પપ્પા! લવ યુ બેટા!

કહેવાય છે ને કે જે લખેલું હોય એ તો થાય જ છે. આવું જ કાંઇક મારી સાથે પણ થયું.
ગઈકાલની વાત છે, હું એકદમ રવિવારની રજાના મૂડમાં હતો , બાઈક ઉપર લટાર મારવા નીકળી પડ્યો, સાથે લેપટોપ અને કેમેરો તો હોય જ. પણ જગ્યા આજે નક્કી ના હતી. ચલાવતા ચલાવતા વિચાર આવ્યો કે ચલો ને આજે મારા બચ્ચાઓ ને મળતો આવુ. એટલે વગર કોઈને કહ્યે હું પહોચ્યો ઓર્ફનેજમાં(શબ્દ માત્ર સમજદારી માટે).
બાઈક પાર્ક કર્યું અને અંદર ગયો તો અંદરથી સન્નાટો જ મળ્યો. રવિવારના દિવસે કોઇજ નહિ. અંદર જઈ ને જોયું તો બધું બંધ હતું. ત્યાના ચોકીદાર કાકા પાસે ગયો તો ખબર પડી કે આજે તો બહુ મોટો કાર્યક્રમ છે જેમાં અત્યાર સુધીમાં જેજે માતા પિતાએ બચ્ચાઓને એડોપ્ટ કર્યા હોય એ બધાનું એક ગેટટુગેધર હતું. મનમાં થયું કે ઈચ્છા તો છે મળવાની તો ચલો જતા આવીએ એ બહાને જે બાળકો એડોપ્ટ થયા છે એમને પણ મળતા આવીશું.(આખરે એ પણ મારા જ બચ્ચાઓ છેને ;))
ત્યાં પહોચ્યો અને જોયું તો જાણે મેળાવડો લાગ્યો હતો. લગભગ ૨૦૦થી પણ વધારે માતા પિતા અને બાળકો હતા. જેમાં અમુક માં-બાપએ સ્ટેજ ઉપર આવીને એમના અનુભવ શેર કરવાના હતા. મને લાગે છે ત્યાં સુધી હું પરફેક્ટ ટાઈમે પહોચ્યો હતો.(એ પરફેક્ટ કેમ એ આગળ વાંચતા ખ્યાલ આવી જશે.)
એક ભાઈ એમના બાળકને ખભે તેડીને આગળ આવ્યા અને એમની વાત શરુ કરી:
“”અત્રે બિરાજમાન સૌને મારા નમસ્કાર, ૧૧ વર્ષના લગ્નજીવન બાદ જયારે અમે બાળક એડોપ્ટ કરવાનું વિચાર્યું ત્યારે મનમાં કોઈ રંજ કે દુઃખ ના હતું. એને ભગવાનનો જ આદેશ કે એનો જ નિર્ણય માનીને અમે અહી આવ્યા. અમારું કાઉન્સેલિંગ થયું, ઇન્ટરવ્યું લેવાયો. અને પહેલા જ ઇન્ટરવ્યુંએ પાસ થઇને અમને “યશ” મળ્યો. યશને એડોપ્ટ કર્યે લગભગ ૧.૫ વર્ષ થશે. (અહી આ ભાઈ ભાવુક થઈને એમની વાત શેર કરી રહ્યા છે ત્યારે એમનો યશ આરામથી એમના ખભા ઉપર સુઈ રહ્યો છે. એ જોઈને યશના મનની શાંતિ મને ફીલ થઇ)
૧.૫ વર્ષ પહેલા જયારે યશ ના હતો અને જયારે યશ આવ્યો એ પછી અમારા જીવનમાં ઘણા પરિવર્તનો આવ્યા છે, એમાંનું મહત્વનું પરિવર્તન છે કે અમને પેરેન્ટહુડ મળ્યું. એ પણ યશને લીધે. જો અમને યશ ના મળ્યો હોત તો આજે અમે માત્ર પતિ પત્ની કહેવાત, પણ માતા પિતા ના હોવાનો અહેસાસ અને રંજ ક્યારેક તો ડંખી જ જાત. પણ યશ મળ્યો તો જાણે કે મન ની સાચી શાંતિ મળી.
અમે જયારે ઇન્ટરવ્યુંમાં પાસ થયા ત્યારે યશ કેવો લાગે છે કેવો નહિ એની જરા પણ વિચારણા કર્યા વગર અમે યશને પોતાનો બનાવ્યો છે ”ભગવાનના મંદિરમાં જયારે પ્રસાદ મળે છે ત્યારે શું આપણે પ્રસાદ મળ્યા પછી એને ચેન્જ કરીએ છીએ? ના! એમ યશ પણ અમારા માટે પરમાત્માનો પ્રસાદ છે.” છેલ્લે એટલું જ કહીશ કે યશના આવ્યા પછી જ માતા પિતા હોવું શું છે એ જાણવા મળ્યું છે, અને એના માટે હું ઓલમાઇટી ગોડ, આ સંસ્થા અને ખાસ યશનો આભાર છું. થેન્ક્યુ”
***
આટલું સંભાળ્યા પછી દરેક માતાપિતા મનોમન પોતાના બાળકને થેંક યુ કહી રહ્યું હશે એમાં કોઈ જ શંકા નથી. યશ કે જે પેલા ભાઈ દ્વારા એડોપ્ટ થયો એ પહેલા મારી જોડે ઘણો રમી ચુક્યો છે એટલે હું એને જાણું છું, એ દિવસે એ એના પપ્પાના ખભા ઉપર જે અદાથી સુઈ રહ્યો હતો, અને મુખ ઉપર જે વિરલ શાંતિ હતી એ એજ વાતનું ચિહ્ન હતું કે યશને પ્રેમાળ ભગવાન દ્વારા આ ખભાનો આશરો મળી ચુક્યો છે. પોતે માતાપિતા ના બની શકવું અને અનાથ હોવું એ બંને એકદમ વિરોધાભાષી છે છતાં બંને પરિસ્થિતિઓમાંથી પસાર થવું ઘણું અઘરું છે.આપણે ઘણા જ ખુશનસીબ છીએ કે આપણને માતાપિતા મળ્યા છે, અને બાળકો મળ્યા છે. કારણકે યશને એના માતાપિતા કોણ છે એની જાણ નથી ચાત એને જયારે એના માતાપિતા મળ્યા ત્યારે એ કેટલો ખુશ હતો સાથે સાથે યશના માતાપિતા યશને પામીને ખુશ થયા છે એ જ વાતને હમેશા ધ્યાનમાં રાખીને આજે એક કામ કરજો.
આજે આપના માતાપિતાને અને આપના બાળકને થેન્ક્યુ જરૂરથી કહેજો કારણકે એમના હોવાથી તમને એક સ્થાન મળ્યું છે. કદાચ એ ના હોત તો આપનું અસ્તિત્વ શુ હોત એની આપણને પણ જાણ ના હોત. તો આજે એમને “પેરેનટહુડ” આપવા બદલ આપના બાળકોને અને સેલ્ફહુડ,ચાઈલ્ડહુડ આપવા બદલ આપણા માતાપિતાને દિલથી જ્હપ્પી આપીને થેન્ક્યુ કહેજો. 
કીપ મુસ્કુરાના 
:)

Saturday, November 26, 2011

26/11/2008-જખમ હજુ પણ રૂઝાયા નથી.

૨૬/૧૧/૨૦૦૮
સાચું કહું તો આજે આ દિવસ વિશે વાત કરવાનું મન નથી.
કારણ એ છે કે ૨૦૦૮માં જે કારમી ઘટના થઇ એના જખ્મો ક્યારેય રુઝાશે નહિ, અને કદાચ રુઝાઈ ગયા હશે તો એના ડાઘા તો હમેશા આપણા હૃદય ઉપર અંકિત થયેલા જ રહેશે.
આજે ફરીથી લોકોમાં એજ રોષ ઉભરાઈ આવશે, શ્રદ્ધાંજલિ અપાશે, ફરીથી કસાબ નામનું તુચ્છ પ્રાણી લોકોની ગાળોનો શિકાર થશે.ફેસબુક ઉપર કસાબને લાતો મરાતા ફોટા અપલોડ અને શેર થશે.
પણ આનું પરિણામ શું? પેલું 'તુચ્છ પ્રાણી' છેલ્લા ૩.૫ વર્ષથી ભારતીય નાગરિક બનીને બેઠું છે, એના કારણે કરોડો રૂપિયાના ખર્ચા થાય છે માત્ર એની 'સલામતી'(!) પાછળ , એ જાહોજલાલીમાં જીવી રહ્યો છે,એની જાહોજલાલી જોઇને તો ક્યારેક હસતા હસતા વિચાર આવે છે કે ઘણા બધા લોકો આ કસાબને જોઇને આતંકવાદી બનવાનું વિચારતા હશે. ("આવી જાહોજલાલી ભારતમાં મળે અને એ પણ મફતમાં, તો તો મારે કરિયર તરીકે આતંકવાદી જ પસંદ કરવું જોઈએ!")
પણ માનવને તરત વિચાર આવ્યો કે આજે આ ડિસ્કશનનો પણ કોઈ જ અર્થ નથી કારણકે આજે તો કસાબનો જન્મદિન છે ને, એટલે જેલમાં તો મજાનું સેલિબ્રેશન ચાલી રહ્યું હશે, જયારે આ બાજુ આપના અને મારા લોહી ઉકળી રહ્યા છે.
એના કરતા તો આજે એક જ કામ કરાય, લોહી ઉકાળવાની જગ્યા એ તુચ્છ જીવ કસાબને સંબંધિત જેટલી પણ પોસ્ટ છે એને "અવોઇડ" કરો.
કારણકે સરકાર આપણને કસાબ એટલેકે તુચ્છ જીવને મારવાની પરવાનગી નથી આપતી તો પછી એની એજ વાતો યાદ કરીને જીવ ઉકાળવાની  શું જરૂર છે?
(જો પરવાનગી મળી હોત તો પહેલી ગોળી આપણી જ વાગી હોત, પણ આ તો આપના અને મારા જ પૈસે એની સિક્યોરીટી થઇ રહી છે તો કઈ થઇ નહિ શકે, હા એ વાત પણ અલગ છે કે જેમ શરદ પવારને લાફો પડ્યો એમ કસાબને ઉડાડી દો તો વાંધો નથી પણ વાંધો એ છે કે એને શરદ પાવર કરતા વધુ સલામતી મળે છે ;))
હવે થોડી ગંભીર વાત કરું, ૨૬/૧૧ ના દિવસે જે લોકો 'શહીદ' થયા હતા એ તમામ રીયલ લાઈફ ફાઈટર્સ ને માનવ દિલથી શ્રદ્ધાંજલિ આપે છે અને એમાંથી પ્રેરણા લઈને અનેક  રીયલ લાઈફ ફાઈટર્સ જન્મ લે અને તુચ્છજીવની ગટર સમાન 'આતંકવાદ'ને દુર કરે એવી ભગ્ગુંને પ્રાર્થના કરે છે.:)

Tuesday, November 22, 2011

UNANSWERABLE QUESTION:જીવનનો અર્થ શું છે?


રવિવારની સાંજે હું મારી ફેવરીટ જગ્યાએ બેઠો હતો, મોટેભાગે એવું થાતું હોય છે કે કાંઇક લખવું છે એમ વિચારીને જ જાઉં છું પણ આ દિવસ થોડો અલગ હતો, મગજમાં એક પણ વિચાર નહિ, માત્ર પોતાનીસાથે વાતો કરવા જઈ ર્રહ્યો છું એમ જ વિચાર હતો.
ત્યારે અચાનક જ મારા મગજમાં એક વિચાર ઝબુક્યો.
"આ દુનિયામાં એવા કયા સવાલો છે જેનો કોઈ જ જવાબ નથી?"
આપણે ગૂગલ ભાઈને પૂછ્યું તો બહુ બધા એવા સવાલો મળ્યા જેના જવાબ આપણી પાસે નથી. એમનો એક સવાલ મને અલગ વિચારે ચઢાવી ગયો જે છે::
જીવનનો અર્થ શું છે?
અત્યાર સુધી ઘણું રીસર્ચ કર્યું ઘણા ધર્મ ગ્રંથો વાંચ્યા પણ આ સવાલનો પરફેક્ટ જવાબ તો હજુ નથી જ મળ્યો. છતાં મેં દરેક ધર્મ આ સવાલ વિષે શું કહે છે એ જાણવાનો પ્રયાસ કર્યો:

કેથલિકના મતે:
જીવનનો અર્થ એ છે કે આપણને જે લાઈફ મળી છે એ દરમ્યાન પોતાને મૃત્યુ મતે માનસિક રીતે તૈયાર કરવું. અહી એક વાતને ખાસ નોંધવામાં આવે કે કેથલિક લોકો મૃત્યુને ડર કે નેગેટીવ શબ્દ તરીકે નથી જોતા. તેઓ એને સર્વસ્વીકૃત માનીને એને સ્વીકારે છે અને એને જીવનના અંત માટેનું બિંદુ માને છે.

બુદ્ધિસ્ટના મતે:
જીવનનો અર્થ છે નિર્વાણ સુધી પહોચવું .નિર્વાણનો સામાન્ય અર્થ જોઈએ તો 'મોક્ષ' થાય.
તેઓ માને છે કે તમારા જીવન દરમ્યાન તમે કર્મ કરો , મૃત્યુ પામો , અને ફરીથી જન્મ પામો, કર્મ કરો અને ફરીથી મૃત્યુ પામો અને ફરીથી જન્મ પામો. આમ આ જીવન મૃત્યુની ભાગભાગમાંથી આપ ક્યારેય નથી છુટતા. પણ જીવન નો સાચો અર્થ ત્યારેજ સાર્થક થાય છે જયારે એ જીવન મૃત્યુની સાઈકલમાંથી આપ છુટો અને નિર્વાણને પામો.

મુસ્લીમના મતે:
જીવનનો અર્થ છે કે બંદગીની પ્રાપ્તિ કરવી , બંદગી કમાવવી. એને થોડા વધારે લંબાણ સાથે જોઈએ તો આપણને મળેલ જીવન દરમ્યાન એવા કર્મ કરવા જેથી અલ્લાહ તમારા છેલ્લા દિવસે તમને સ્વર્ગમાં મોકલવા કે નર્કમાં મોકલવા એ નક્કી કરે, જીવનના છેલ્લા દિવસને તેઓ કયામત કા દિન કહે છે , જજમેન્ટ ડે પણ કહેવાય છે. એ દિવસે ખુદા, અલ્લાહ તમરા કરેલ કર્મની યાદી તપાસે છે અને એ કર્મદ્વારા તમારું સ્થાન નક્કી થાય છે. એટલી મુસ્લીમોના મતે જીવનનો અર્થ છે સારા કર્મ કરીને સ્વર્ગમાં સ્થાન પામો.

હિંદુના મતે:
મૃત્યુ અને જન્મના બંધનમાંથી છૂટવું એ જ જીવનનો મર્મ. એ સર્કલ ઓફ લાઈફ માંથી છૂટવાનો એક જ રસ્તો છે કે તમને મળેલ જીવન દરમ્ય સારા કર્મો કરો અને તમારા પહેલાના જન્મના પાપ ધોઈ નાખો. કારણકે તમને મળેલ જન્મ એ ગયા જન્મ નું પરિણામ છે. અમુક કામ બાકી રહી ગયા છે જેને પૂર્ણ કરવા માટે તમારે આ જન્મ લેવો પડ્યો છે, બસ એ જ જન્મ હવે ફરીથી ના લેવો હોય તો આધ્યાત્મ તરફ વાળો અને પોતાના કર્મ પૂર્ણ કરી મોક્ષની પ્રાપ્તિ કરો.
***

આ બધું વાંચ્યા પછી બધું ઓલમોસ્ટ સરખું જ લાગે છે કારણકે દરેક ધર્મ આ જ શીખવે છે, માત્ર એના વર્ઝન અલગ અલગ છે. છતાં માનવ મન ને શાંતિ નથી મળી કારણકે એ સવાલનો જવાન તો હજુ પણ વણકહ્યો છે. તો જીવન નો અર્થ છે શું???????

"જીવન નો સાચો અર્થ- દરેકનું જીવન અલગ અલગ એટલે  દરેક ના જીવન ના અર્થ એમના મુજબ અલગ અલગ. આપણે ખુદના જીવન નો અર્થ શોધવા અહી આવ્યા છીએ અને એને સાર્થક કરવા માટે ભગ્ગું એ આપણને એક મોકો આપ્યો છે"
એનો સીધો અર્થ છે કે જીવન નો અર્થ પોતના મુજબ જ હોય છે અમુક લોકોને એનો ખ્યાલ આવે છે અને અમુક લોકો બીજાના જીવન નો અર્થ પોતાનો માનીને ફોલો કરતા હોય છે.
માનવ માને છે કે "પોતાના" જીવનનો અર્થ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણકે એ જરૂરી છે છતાં જો અર્થ ના મળે તો છડ્ડો જી , લીવ યોર લાઈફ વિથ પેશન એન્ડ હેપીનેસ. ધેટ્સ ધરીયલ મીનીંગ ઓફ લાઈફ. :) કીપ મુસ્કુરાના :)

Monday, November 21, 2011

કંઇક રચેલું અચાનક જ નષ્ટ પામે તો?

એક લેખક માટે એનો લેખ ઘણો જ અગત્યનો હોય છે, અને જયારે એ લેખ ઘણા રીસર્ચ પછી લખાયો હોય ત્યારે અચાનક એ એની નજર સામે એક સેકંડની અંદર નષ્ટ થઇ જાય તો કેવું લાગે?
કદાચ કોઈ એવું કહે કે "એમાં શું છે? ફરીથી લખાઈ જશે! ફરીથી રીસર્ચ કરીને લખી લેવાનો!"
તો એમને માત્ર એટલું કહેવાની જરૂર છે કે એ લેખ તો કદાચ લખી જશે પણ પહેલાનો લેખ નષ્ટ થઇ ગયો એનું શું?એક વખત શાંતિથી બેસીને કંઇક અગત્યની વાત લખી જુઓ અને પછી એ જ લખાણ તમારી નજર સામે જ્યારે નષ્ટ પામે ત્યારે એણે ફરીથી લખી જોજો, એવું તો નહિ જ લખાય!
ઘણા બધાને એવો વિચાર પણ આવે કે અચાનક આ વાતે હું કેમ ચઢ્યો છું! તો એનું કારણ એ છે કે મારી સાથે આ જ ઘટના ઘટી છે. લગભગ ૩-૪ કલાક મેં જે લેખ બનાવવા માટે ગાળ્યા હતા, જે લેખ આખો તૈયાર થઇ ગયો હતો એ અચાનક જ નષ્ટ થઇ ગયો.
વાત એમ છે કે ગઈકાલે સાંજે હું એક ટોપી ઉપર વિચારી રહ્યો હતો અને એ જ ટોપિક ઉપર મેં રીસર્ચ કરીને ૪-૫ પાનાંનું લખાણ લખ્યું. મારી આદત છે કે હમેશા મારું લખાણ લેપટોપમાં જ લખું છું. ગઈ કાલે એ જ કરી રહ્યો હતો. લખતા લખતા મારું ધ્યાન મારા લેપટોપની બેટરી સામે ગયું જ નહિ , જ્યારે લેખ લખાઈ ગયો ત્યારે ધ્યાન ગયું તો ખબર પડી કે બેટરી તો ઓલમોસ્ટ ખતમ ગઈ છે (કહેવાય છે ને કે એક કામમાં તમે જો ગળાડૂબ ખોવાઈ જાઓ તો આજુબાજુ શું થઇ રહ્યું છે એની ખબર ના પડે.)
મને થયું કે પહેલા જ સેવ કરી નાખું નહીતર બધી મહેનત પાણી માં જશે. "" હું પ્રેસ કરવા ગયો એની પહેલા જ લેપટોપની આંખો બંધ થઇ ગઈ! અને મારી આંખો ખુલ્લી રહી ગઈ! આને કહેવાય 'કલર' થઇ ગયો.(અને અહી બેટરી ચાર્જ કરવાનો મતલબ ન હતો કારણકે હું એક કેફેમાં બેઠો હતો અને ડેટા તો નાશ પામી ચુક્યો હતો)
અફસોસ અને થોડા ગુસ્સ્સાની લાગણી સાથે મેં લેપટોપ બંધ કર્યું, છતાં મનને ચેન ના પડયું એટલે થયું કે જેટલું યાદ છે એટલું તો ડાયરી ઉપર ટપકાવું, કેટલું લખાય એ સાચું, પછી જોયું જશે.
એમ કરતા કરતા એ જ ટોપિક ઉપર એક અલગ લેખ લખાઈ ગયો, હા એમ ના કહી શકાય કે એ લેખ પહેલા લખેલા લેખ કરતા ઘણો સારો હતો પણ નવો લેખ કઈક નવા વિચારો સાથે હતો.

હવે આ જ અનુભવને માનવની નજરે.જોઈએ:
મારી મહેનત પાણીમાં જતી રહી , મારો કેટલો સમય વેડફાઈ ગયો વગેરે વગેરે.. જો આવા જ વિચારો કરીને મેં મૂડ બગાડી નાખ્યો હોત અને જો હું કેફેથી નીકળી ગયો હોત તો મને એક અલગ લેખ ના મળ્યો હોત.
જીવનનું પણ એવું જ છે, આપણી સાથે ઘણી વખત એવું બને છે આપણે કોઈ કામ પાછળ સખત્ત મહેનત કરી હોય અને એ કામ સંપૂર્ણ રીતે કર્યું પણ હોય , અચાનક એ જ કામ નિષ્ફળ થઇ જાય અથવા તો એનું રીઝલ્ટ આપણને ૧%પણ ના મળ્યું હોય ત્યારે નિરાશા અને ગુસ્સાની લાગણી ફરતી રહે છે અને પછી કદાચ એજ કામ ફરીથી એજ કામ કરવાની ઈચ્છા જ ના થાય. પણ ...
પણ જો એ જ સમયે આપણે એમ સમજદારી રાખીએ કે જે નષ્ટ થઇ ગયું છે કે જેનું રીઝલ્ટ નથી મળ્યું એ પાછું તો નથી આવવાનું તો એને ફરીથી કરવાનો એક પ્રયાસ કરી જોઈએ. કદાચ કંઇક નવું પ્રાપ્ત થાય.
જે વિચારો કે જે રચના કે જે પણ કામ આપે કર્યું હોય એની નિષ્ફળતા બાદ જયારે ફરીથી એ જ કામ કરવામાં આવે છે ત્યારે એમાં નવા વિચારોનો ઉમેરો થાય છે જે ચોક્કસથી તમને કંઇક નવી રચના કે નવી સફળતા અપાવે છે.
"I KEPT ON WRITING, KEPT ON DIGGING MY THOUGHTS & GOT NEW DIAMOND.! :)"
SAME HAPPENS WITH LIFE, KEEP ON WORKING EVEN OF YOU LOOSE 'EVERYTHING'. IF YOU LOOSE HOPE, YOU WON'T LOOSE MUCH BUT IF YOU KEEP HOPES & KEEP ON WORKING, YOU'LL GAIN THE DIAMOND OF YOU STRUGGLE :)(અને હા, આજના આ માનવ અનુભવ સાથે સાથે માનવનો લેખ શેર કરી રહ્યો છું, જે નેક્સ્ટ પોસ્ટમાં આપ વાંચી શકો છો. :))

Friday, November 18, 2011

૪ રસ્તે મળી એક નવી દોસ્ત!

મુળ હું વાત કરી રહ્યો છું I.I.M ૪ રસ્તા ની!
મારે એ રસ્તા પર લગભગ રાજે આવવા જવાનું હોય અને એ ચાર રસ્તા પર લગભગ ઉભા જ રહેવાનું હોય! 
આપણે ટ્રાફિકના નિયમો નું પાલન કરીએ ને!!!!
ઘણી બધી મુવીઝમાં તમે જોયું જ હશે કે ચાર રસ્તા પર જેવા વાહનો આવે એટલે નાના નાના બાળકો અને થોડા યુવાન અને વૃદ્ધ ગરીબો આવી જાય અને આપણા વાહનો ની નજીક આવી જાય અને ભીખ માંગતા જાય! 
"ભીખ" શબ્દ આમ તો ખોટો જ છે પણ "સમજણ" માટે વાપરવો પડે!
જ્યારે આ દરિદ્રો આપણી નજીક આવે આપણા વાહનો ને અડે આપણને અડે એ ના જ ગમે એ સ્વાભાવિક છે.
એટલે આપણે એમને હડસેલી દઈએ અને ક્યારેક ગાળો પણ બોલી દઈએ છીએ!
ખરું ને!
ક્યાંક ને ક્યાંક એમાં હું પણ આવી ગયો!
આવો જ રોજીંદો અનુભવ મને બે જ દિવસ પહેલા થયો.
હું ૪ રસ્તા આગળ ટ્રાફિકમાં ઉભો અને એક છોકરી , લગભગ ૭ કે ૮ વર્ષ ની હશે , એ આવી અને કહે " સાહેબ ૫ રૂપિયા આપો ને!"
મુડ ઓલ્વેઝ સારો જ હોય છે એટલે મસ્ત સ્માઈલ સાથે પૂછ્યું "તારે પૈસા કેમ જોઈએ છે? હું તને બિસ્કીટ અપાવી દઉં."
સામે કોઈજ જવાબ નહિ!
કોઈ દરિદ્ર ને તમે પૈસા માંગવાનું કારણ પૂછો તો એ શું જવાબ આપી શકવાનો?
પણ આ તો એક નાની છોકરી હતી એટલે પૂછી જ લીધું!
પછી મેં એને પૂછ્યું કે "તારું નામ શું છે?"
"મંજુલા"
"મંજુલા, તું ક્યાં રહે છે?"
"પેલી મોટી કોલેજ છે ને iim, એની બહાર ચાલી માં!"
"તું ભણે છે?"
"હા, અમારી સામે એક સ્કુલ છે એમાં."
"સરસ. તો પછી કેમ માંગવા આવે છે અહી?"
કોઈ જ જવાબ નહિ.
"મંજુલા, ચાલ મને એમ કહે તું આખો દિવસ શું કરે?
"સાહેબ સવારે ઉઠી ને બ્રહ કરી ને સ્કુલે જવાનું પછી સાંજે પાછા આવીને અહિયાં "કામ" કરવાનું!"
"તું ક્યાય રમવા નથી જતી?"
કોઈ જ જવાબ નહિ.
"મંજુલા તારે ભણી ગણી ને આગળ નથી વધવાનું?"
"વધવું છે ને સાહેબ"
"પહેલી વાત! મને સાહેબ નહિ કહેવાનું. બીજી વાત આજ પછી ભીખ નહિ માંગવાની. કંઈક શીખવાનું પણ ભીખ નહિ માંગવાની. તારી સ્કુલ માં ટીચર ને પૂછવાનું. પણ ભીખ નહિ માંગવાની. મને પ્રોમિસ આપ કે તું હવે થી ભીખ નહિ માંગે."
થોડા ટાઇમ સુધી તો જોતી જ રહી.
"બોલ પ્રોમિસ આપીશ મને?"
એ જ સમયે પાછળ થી હોર્ન ના અવાજો શરુ થઇ ગયા. મને ખ્યાલ આવ્યો કે સિગ્નલ તો ઓન થઇ ગયું છે.
પણ હું ત્યાં જ ઉભો રહ્યો. અને ત્યારે જ ૭ કે ૮ વર્ષ ની મંજુલા એ મારા હાથ માં હાથ મૂકી ને કહ્યું "પ્રોમિસ સાહેબ. ઓહ શોરી શોરી! પ્રોમિસ ભાઈ"

બસ ત્યારે જ હું ત્યાંથી નીકળ્યો. એક મસ્ત અને સંતુષ્ટ સ્મિત સાથે.

આ જ વાત માનવ ની નજરે:
મંજુલા જેવા અનેક ગરીબ બાળકો આજે તમને ૪ રસ્તા પર મળતા હશે અને તમે એને અચૂક ધિક્કારતા પણ હશો.
જયારે પણ આવા ગરીબ બાળકો તમારી પાસે આવે અને માંગવાનું કે તમને "હેરાન" કરવાનું શરુ કરે ત્યારે એક સ્મિત સાથે અથવા તો શાંતિ થી એમની સાથે વાતો કરવાનું શરુ કરજો.
કદાચ તમને તમારું સ્ટેટસ નડશે.
પણ એને ૨ કે ૩ મિનીટ માટે ભૂલવાનો પ્રયાસ કરજો. બહુ સહેલું કામ છે.
અને એમની જોડે થોડી વાતો કરજો.
બહુ મજા આવશે.
કારણકે હડસેલ્વામાં તો આપણને મજા નથી જ આવતી એ પણ સત્ય છે તો પછી વાતો કરી ને દુનિયા ના આ ધુમાડા માંથી થોડી શાંતિ લઈએ અને આપીએ તો કેવું?
જરા શાંતિ થી વિચારજો.
તમને પણ કોઈ ૪ રસ્તે મળી જશે મસ્ત અને સંતુષ્ટ સ્માઈલ
કીપ મુસ્કુરાના & ટ્રાય ટુ કીપ સમ૧ મુસ્કુરાના :-).

Tuesday, November 15, 2011

આજે એક વાર્તા કહું...

.એક છોકરાની વાત છે. થોડું ભૂતકાળમાં લઇ જઈને વાત કરીશ એટલે વધારે મજા પડશે. 
જન્મ્યો ત્યારે એકદમ સુકલકડી, જાણે આખી ચામડી જ તરડાયેલી. વજન તો માંડ ૨ કિલો.
બાકી કોઇજ વાંધો નહિ.
થોડો મોટો થયો. છતાં શરીર વળે જ નહિ. થોડા સમય માટે શરીરમાં તંદુરસ્ત થયો પણ બળતણીયા સ્વભાવને લીધે બધું બળી જતું.
સ્કુલમાં પ્રવેશ કર્યો. પહલે નર્સરી, જુનિયર કેજી પછી સીનીયર કેજી હતું. જે હજુ પણ ઘણી શાળાઓમાં છે. પણ આ બાળકને નર્સરીમાંથી એક કૂદકો મારીને શરૂઆત કરી જુનિયર કેજીમાં. જાણેકે બેઝીક ભણવા માટે એ છોકરો રચાયો જ ના હતો. શાળામાં શિક્ષકોને ઘણો વહાલો કારણકે દેખાવથી ઘણો ક્યુટ. પણ ભણવામાં ? વાતજ ના પૂછો. કંઈજ ટપ્પો ના પડે. અને ૬ લખતા તો એને દમ વળી જાય. લગભગ સીનીયર કેજી થી એને ઘરે ટ્યુશન માટે ટીચર્સ બોલવવા પડ્યા પણ તોય કંઈજ ના થયું. શાળાના ટીચરને ટ્યુશન માટે બોલાયા પણ છોકરો તો "ઢ" જ રહ્યો. જેમતેમ કરીને ૧,૨,૩,૪,પાસ કર્યું એ પણ શાળાના શિક્ષકોની દયાથી.
ધોરણ-૫ ની વાત છે એક વિષયમાં નાપાસ થયો. ઘરમાં તો જાણે તોફાન મચી ગયું. ભણવા પાછળ આટ-આટલા ખર્ચાઓ કર્યા, ટ્યુશન કર્યા પણ તોય કંઈજ ખબર ના પડે. બધું માથાની ઉપરથી જ જાય. બીજું કામ એના શિક્ષકોએ કર્યું. આખા ક્લાસમાં બધાની સામે એને વખોડવો, વઢી નાખવો અને ક્યારેક મારવો એ તો બધું એના મતે રોજિંદુ જ બની ગયું . સ્કુલમાં જે પણ લેસન કરવાનું હોય એ કરવું ના ગમે, કારણકે સ્કુલમાં બધી વાતમાં હા એ હા કરવાની પણ અંદર કેટલું ગયું એ તો ખુદ પણ ના જાણે. સ્કુલેથી આવવાનું કપડા બદલ્યા વગર ટીવી ની સામે બેસીને કાર્ટુન જોયે રાખવાનું.
ધોરણ -૭માં આવ્યો. છતાં ભણવામાં ઢંગધડા જ ના આવ્યા. લેસન કરવું ગમે નહિ , એક દિવસ એ છોકરો ગણિતનું ઘરકામ કરવાનું ભૂલી ગયો. અને એના ટીચર તો ખતરનાક ગુસ્સા વાળા. ભાઈએ અંદરથી એક બુક કાઢી અને લખી રજાચીઠી. એ પણ મમ્મીના અક્ષરોમાં, મમ્મીની સાઈન સાથે. (કેવું નહિ? ભણવામાં ઢંગધડા નહિ પણ મમ્મીની સાઈન કરવામાં એક્સપર્ટ!) ભાઈએ ઓફિશિયલી બંક માર્યો. હસતા હસતા સ્કુલમાંથી તો નીકળી ગયા પણ હવે જઈશું ક્યા?
બંને પગને આપી તાકાત અને બધી ગલીઓમાં ફરવાનું શરુ કર્યું, અમુક મંદિરમાં બેઠા, અજાણી જગ્યાઓએ ફરી આવ્યા, પૈસા તો હતા નહિ એટલે બસમાં બેસવાનું જોખમ કરાય નહિ. એટલે ખાલીખમ પેટે અને પૈસે બસસ્ટેડ ઉપર આવતી જતી બધી બસને નિહાળવાની અને બધી બસમાંથી આવતા લોકોને જોયે રાખવું. લગભગ ૨ કલાક પસાર થઇ ગયા પણ ઘરે જઈ શકાય એટલો સમય તો ન'તો થયો. જેમતેમ કરીને બીજી જગ્યાએ ફર્યું અને ચાલતા ચાલતા ઘરે પહોચ્યા અને પછી તૈયાર થઈને ટ્યુશન માટે નીકળી ગયા. રાત્રે પાછા આવ્યા ત્યારે સ્કુલ રીક્ષાવાળા કાકા ઘરે હતા અને એના પપ્પા જોરદાર ગુસ્સામાં.
બહુ પૂછ્યા પછી ભાઈએ કીધું કે આવી રીતે ચીઠી લખી અને બહાર ફર્યા હતા અને લેસન ન'તું કર્યું. ભાઈને મસ્ત માર પડ્યો. પછીતો જેમતેમ કરીને કોપી મારીને લેસન પતાવવાનું શરુ કર્યું અને રેગ્યુલર થયા. છતાં ઘરમાં એક અલગ સવાલ બધાના મન માં ફરી રહ્યો હતો "આ ભાઈને કોઈ 'પ્રોબ્લેમ'તો નથી ને?"
એમ વિચારીને સ્પેશિયલ કિડ્સના સેન્ટરમાં પણ લઇ ગયા. ત્યાં એ છોકરાના માતા-પિતાને એમ કહેવામાં આવ્યું કે "તમારું બાળક આમ નોર્મલ છે પણ હા, થોડો પ્રોબ્લેમ તો છે જ, કારણકે એને લખતા વાંચતા લોચા થાય છે સાથે સાથે બહુ વધારે પાડતો જીદ્દી છે. તમે એક કામ કરો પહેલાતો એની બધી જીદ પૂરી કરવાનું બંધ કરો અને એને કોઈ હોસ્ટેલમાં મૂકી દો છોકરો આપોઆપ સીધો થઇ જશે"
છોકરાના માતા-પીતા ચિંતા સાથે ઘરે આવ્યા અને આખી રાત વિચારતા રહ્યા કે આખરે કરવું શું? છેવટે એક હોસ્ટેલમાં જવાનું વિચાર્યું હતું પણ છેલ્લી ઘડીએ એમને શું સુજ્યું એમણે હોસ્ટેલનું કેન્સલ કર્યું.
સમય પસાર થતો ગયો. છોકરો ૮મા ધોરણમાં આવ્યો. એના ટ્યુશન કલાસીસ બદલ્યા. જ્ઞાન ટીચર સખત કડક. એક નાનકડી ભૂલ નજરમાં આવી નથી કે બીજી સેકન્ડે પેલા છોકરાના ગાલ ઉપર ૫ આંગળા પડ્યા નથી. છતાં ભણવામાં એટલો પ્રોગ્રેસ ન'તો થઇ રહ્યો. એના ટીચર જાણતા હતા કે છોકરાને કંઇક તો પ્રોબ્લેમ છે પણ બહાર નથી આવી રહ્યું.
છેવટે એમણે થાકીને એ છોકરાને એમના કલાસીસના બીજા સર પાસે મોકલ્યો જે હતા એકદમ ગરમ મિજાજના પણ છોકરાને સમજવામાં એમણે જરા પણ થાપ ના ખાધી. એમને પણ લાગ્યું કે છોકરામાં કંઇક પ્રોબ્લેમ છે , એમણે ધરપત રાખીને છોકરાને ભણાવવાનું શરુ કર્યું, અને એને પ્રોત્સાહિત કરીને એનામાં રહેલી ખરેખરી ક્ષમતાઓ બહાર આવવા લાગી , હા, જ્યારે જ્યારે એને મેથીપાકની જરુર લાગે ત્યારે એનો સ્વાદ પણ આપતા હતા.
ધીમે ધીમે એ છોકરો દરેક વિષયમાં આગળ આવ્યો અને અંગ્રેજી વિષય અને ગુજરાતી વિષયના સરનો એ સૌથી પ્રિય બની ગયો.
સમયનું ઘોડાપુર થોડું આગળ ચાલ્યું છોકરો ૧૦મા ધોરણમાં આવ્યો.
બોર્ડ માં આવ્યો ! ઓહોહોહો! ઘરમાં તો જાણે જોરદાર માહોલ પણ સાથે સાથે એની મહેનતને જોઈને સૌ ખુશ હતા. ફાઈનલ એક્ઝામમાં એને બધા વિષયોમાં એને ૯૦+ માર્ક્સ હતા. ગુજરાતી અને અંગ્રેજીમાં પણ. (થોડા ફ્લેશબેકમાં જઈએ? એ છોકરાને લખવા વાંચવામાં તકલીફ પડતી હતી, સ્કુલમાં એ ડોબો છોકરો તરીકે ઓળખાતો હતો, ભણવામાં "ઢ", બંક માર્યો હતો.... અને અત્યારે? કદાચ એની અંદર છુપાયેલું વ્યક્તિત્વ બહાર આવી ચૂક્યું હતું? ના હજુ આખી વાત પૂરી નથી થઇ. આગળ વાંચો.)
સારા ટકા આવ્યા, કોમર્સ લીધું ૧૨મા ધોરણમાં પણ સારા ટકા આવ્યા,
ભાઈ કોલેજમાં આવ્યા , દરેક ઈતર પ્રવૃતિમાં અવ્વલ, કોલેજના પ્રોફેસરના દરેક સવાલનો સૌથી પહેલા જવાબ આપવામાં પણ અવ્વલ અને આખી કોલેજમાં બધાનો ચહિતો.
છેવટે એણે એક નવું કામ શરુ કર્યું કંઇક લખવાનું જેને એણે નામ આપ્યું :

"માનવની નજરે." :)

Saturday, November 12, 2011

જિવ=જિવ=સંબંધી.

આજે થોડી નવી વાત.
હું મારા દોસ્તો સાથે જઈ રહ્યો હતો અને રસ્તા માં થોડા માણસોની ભીડ જોઈ . 
ત્યાં જઈ ને જોયું તો એક વાંદરા નું બચ્ચું રસ્તા માં લોહીલુહાણ હાલત માં પડ્યું હતું.
આજુબાજુ લોકો એને જોઈ રહ્યા હતા.
બીજી બાજુ એને જોઈને મારા દોસ્તોને થોડી સુગ ચઢી એટલે રસ્તામાં મોઢું થોડું બગાડીને વાહન આગળ ભગાયું. આમાં મારા મિત્રનો પણ વાંક નથી. એ સ્વાભાવિક છે
આવું મેં હમેશા જોયું છે કે જયારે પણ કોઈ કુતરું કે કોઈ પ્રાણી ઘાયલ હાલતમાં રસ્તામાં પડ્યું હોય તો મોટા ભાગના લોકો મોઢું બગાડીને કે ચીતરી ચઢી હોય એમ ચાલ્યા જાય છે.
એ સ્વાભાવિક છે કે આવી હાલત જોવી ગમે જ નહિ. અને એ પણ એક પ્રાણીની. તો તો જરા પણ નહિ.
એ સમયે આપણે એને એક તુચ્છ જિવની કે એક પ્રાણીની નજરે જોઈશું.
એ પણ એક સ્વાભાવિક વાત છે.

મારું ધ્યાન એ વાંદરાના બચ્ચા પર ગયું એટલે શરૂઆતની ક્ષણે તો હું પણ મારા દોસ્તોની જેમ આગળ જવા લાગ્યો નાક ટીચકું કરીને.(!)
એ તો સ્વાભાવિક જ છેને.. આવું જોવું આપણને ના ગમે. એટલે આપણે તો ચાલ્યા આગળ.
પણ ત્યારે જ મને એક વિચાર આવ્યો કે આવું તો બધા લોકો કરતા હોય છે.
હું પણ કેમ એ જ લોકો જેવો બનું.
આ માનવમાં પણ થોડી માનવતા રહેલી છે, એને દેખાડવાનો એક પ્રયાસ તો કરી જોઉં.
એટલે કંઈજ વિચાર્યા વગર હું પાછો વાળ્યો અને ત્યાં જઈ ને જોયું.
ત્યાં જ મારા મનમાં એક ઘટના સર્જાઈ.
હું પોતાની જ જાતને હિંમત આપતો રહ્યો "જરા પણ મોઢું ફેરવતો નહિ. ચીતરી ચઢે તો પણ મન કાઠું કરીને એને એક વખત જોવાનો પ્રયાસ કરજે."
આ જ વાતો મારા મનમાં જોર જોર થી બોલતો રહ્યો અને ત્યાં પહોચ્યો.
ત્યાં જોયું તો વાંદરાનું બચ્ચું એક મુડદાની જેમ પડતું હતું.
એની હાલત અહી વર્ણવા જેવી જ નથી.કારણકે એના શરીરમાંથી ચારે બાજુ લોહીની ધારો નીકળતી હતી.
ત્યાં જ ઉભા રહેલા એક રિક્ષાવાળાએ એની બોટલ માંથી એના શરીર પર થોડું પાણી રેડ્યું.
થોડું હલનચલન થયું એટલે લાગ્યું કે હજુ જિવ તો છે.
એટલે તરત જ એનિમલ હેલ્પલાઈન માં ફોન કર્યો પણ.. નંબર બંધ હતો.
આપણા જીવન માં અમુક એવી પળો આવે જ છે જેમાં આપણને જે સમયે જે વ્યક્તિ, વસ્તુ ની જરૂર હોય એ ના જ હોય.
એ સમયે આપણે થોડા હતાશ અને નિરાશ થઇ જઈએ છે, કદાચ પીછેહટ પણ કરીએ.
અને આ ઘટના માં પીછેહટ કરવાની ઈચ્છા પણ થઇ હતી એ પણ હું સ્વીકારું છું.
મારા મન માં કઈક આવું યુદ્ધ ચાલવા લાગ્યું.
(એક બાજુ:"ચલ ને યાર જઈએ. એમજે એના માં વધારે જિવ નથી રહ્યો અને નંબર પણ બંધ છે. ત્યાં બધા રાહ પણ જોઈ ત્યાં છે. ")
(બીજી બાજુ:"ના ના યાર હજુ જિવ છે. એક ટ્રાય તો કરી જોઈએ.")
એક અજીબ પ્રકારનું દ્વન્દ્વ યુદ્ધ થયું.
પણ ત્યાજ મને યાદ આવ્યું કે એનિમલ હેલ્પ લાઈન હોસ્પિટલ(જીવદયા) તો અહી પાસે જ છે.
તરત જ બાઈક ચાલુ કરીને ભાગ્યો ત્યાં.
મન માં પાછા "પીછે હટ" ના અને "માનવતા"ના વિચારોનું દ્વન્દ્વ યુદ્ધ ચાલવા લાગ્યું.
પણ મન તો કાઠું હતું.
ત્યાં પહોચ્યો અને એનિમલ ડોક્ટર ને આખી વાત હાંફતા હાંફતા કહી. (બાઈક પર આવ્યો હતો છતાં!!!)
ડોક્ટર તરતજ સમજી ગયો અને એની સાથે એક માણસ લઈને મારી જોડે આવ્યો.
અમે એ જગ્યા એ પહોચ્યા.
ડોક્ટર એ એને ઉપાડ્યું અને તપાસ્યું.
પણ...
અમે થોડી સેકન્ડ્સ મોડા પડ્યા એવું કહેવાય.
'પંખીડા ને આ પીંજરું જુનું જુનું લાગે, બહુએ સમજાવ્યું તોય પંખી નવું પીંજરું માંગે.'
એમ આ જિવ પણ નવા પિંજારામાં જવા માટે શરીર છોડી ચુક્યું હતું.
જ્યારે ડોક્ટર એ એને મૃત જાહેર કર્યું ત્યારે અજીબ અફસોસ અને અલગ અનુભવ થયો.
મુવીઝ માં જ્યારે આવું જ દ્રશ્ય આવે છે કે કોઈ આપ્તજન હોસ્પિટલ માં એડમીટ હોય અને એને મૃત જાહેર કરે ત્યારે કઈ ખાસ ફિલ નથી થતું કારણકે આપણને ખબર જ છે કે એ માત્ર એક મુવી છે.
પણ એ ભૂલી જઈએ છે કે એ પણ કોઈનું કલ્પનાજીવન જ છે.
બસ એ જ વાત નું ત્યારે ભાન થયું. બરાબર એવું જ જ્યારે આપણે સ્મશાનગૃહમાં અનુભવતા હોઈએ છીએ.(ક્યારેક આપણે પણ આવી જ રીતે ચાલ્યા જ જવાનું છે)
પણ એ જ અજીબ અનુભવ સાથે એક વાત ની ખુશી પણ થઇ. અને એ ખુશી હવે માનવની નજરે જોઈએ ...

માનવ ની નજરે:

વાંદરાના બચ્ચાને અથવા તો એ જિવ ને બચાવવા માટે મેં જે પણ ભાગદોડી કરી, પોતાના રેગ્યુલર જીવન માં થી યુદ્ધ લડીને બહાર આવીને જે પણ પ્રયત્નો કર્યા એમાં ભલે ને હું એ જિવ ને ના બચાવી ના શક્યો. પણ મેં એ જિવ ને રસ્તે રખડતું ના મુક્યું.
જો એમ નું એમ મૂકી દીધું હોત તો એની ઉપર કેટકેટલાય વાહનો ચાલી ગયા હોત અને એ મૃત શરીરની કઈ હાલત થઇ હોત એ આપણને જ ખબર છે.
વાંદરા ની માં એમાં કંઈજ ના કરી શકી હોત. કારણકે એનામાં માતૃત્વ સમાયેલું છે પણ બુદ્ધિ નહિ.
આપણને , "માનવીઓને" ભગવાને ભાવનાઓ અને સમજણ બંને આપ્યા છે.
તો આપણે એ બુદ્ધિ અને સમજણ નો આવો ઉપયોગ કેમ ના કરીએ.
વ્યાવ્હારુ રીતે જોવા જાઓ તો આ વાત થોડી ના પણ માની શકાય.
આપણે હવે બીઝી અને સ્ટેટસ વાળા થઇ ગયાને!
આપણે શું કામ એ જાનવરને જોઈએ?.
એ કચડાઈ ગયો તો આપણે કેટલા?
હવે આ જ વાતમાં સમજદાર અને સ્ટેટસવાળા માણસનું મહોરું કાઢીને એક માનવની નજરે આ વાત જુઓ.
તમારું કોઈ "સંબંધી" આવી હાલતમાં પડ્યું હોત તો શું તમે મોઢું બગાડીને કે જોવાની દરકાર કર્યા વગર ચાલ્યા ગયા હોત?
તમે પણ એક જિવ અને એ પણ એક જિવ.
જિવ=જિવ=સંબંધી.
હવે તમે આ સંબંધીને રસ્તે જ પડ્યું રહેવા દીધું હોત કે એને બચાવવાના પ્રયત્નો કર્યા હોત?
હવે તમને જે પણ જવાબ મળે એ તમારી માનવતા નું સ્તર.

Thursday, November 10, 2011

હેપ્પી દેવ દિવાળી અને गुरु नानक जयंतीदी लख लख वधाइयु ... :)

આજે છે પૂનમ.
દેવદિવાળી.
ગુરુનાનક જયંતી/ગુરપૂરબ.
ઇન શોર્ટ મજ્જાનો પવિત્ર દિવસ. જીવનમાં ઘણા દિવસો આવે છે જે આજની જેમ પવિત્ર હોય છે. આવા દિવસે આપણા પ્રિય મિત્ર "ભગ્ગું" સાથે વાતચીત કરવાનો મોકો ચૂકવાનો નહિ. એમને મળી આવવાનું.
માનવની વાત કરું તો આજે કૃષ્ણજીને પણ મળવાનું અને ગુરુ નાનકજીને પણ મળવાનું. આપણામાંથી ઘણા લોકો માત્ર મંદિર, માત્ર દેરાસર કે માત્ર ચર્ચમાં જતા હોય છે, હું એમ નથી કહી રહ્યો કે એ ખોટું કરી રહ્યા છે. સારું જ છે. પણ જયારે બીજા ધર્મને થોડું અજુકતું કરવામાં આવે ત્યારે ખોટું છે. અને એ બાબતે ભગ્ગુંની કૃપા હમેશા માનવ ઉપર હમેશા રહી છે.
દરેક ધર્મના પૂજા સ્થાનકોમાં હું જઉં છું(માત્ર મસ્જીદમાં જવાનું બાકી છે જે હું ટૂંક સમયમાં જઈશ). દરેક ધર્મ વિશે જાણવાની ઈચ્છા અને એમાં કંઇક સારું પ્રાપ્ત કરવાની મજા જ કઈ અલગ છે. કારણકે એમાજ સાચો "માનવધર્મ" રહેલો છે.
હવે આજની જ વાત કરું...
આજે ગુરુદ્વારામાં જવાનું, વિધિવત બાબાજીને અને બાબાગ્રંથ સાહેબને નમવાનું અને થોડી ઘણી ફરમાઈશો કરીને આવવાનું ;)
પછી ઇસ્કોન મંદિર જઈને કૃષ્ણમય થઇ જવાનું. :) એમાં પણ એક અલગ આનંદ છે.
ભગ્ગું હમેશા આપણને આનંદ આપવા તૈયાર હોય છે, બસ આપણે એ તરફ જોવાની જરૂર છે.
આજે એક કામ કરજો. આપના ઘરની આજુબાજુ ગુરુદ્વારા તો હશે જ, ત્યાં આજે જતા આવજો. થોડી ભીડમાં ભીડાવવું પડે તો પણ જજો. એક અલગ શાંતિનો અનુભવ થશે. પછી મારા કાન્હાને પણ મળતા આવજો. :) આજનો દિવસ માનવની નજરે.ઉજવીએ.
હેપ્પી દેવ દિવાળી અને गुरु नानक जयंतीदी लख लख वधाइयु ... :)
કીપ મુસ્કુરાના :)

Monday, November 7, 2011

ઈદ મુબારક :)


ઈદ-ઉલ-ફિત્ર \ઈદ-અલ-ફિત્ર અથવા સાદી ભાષામાં કહીએ તો "ઈદ"
ઈદ એ મુખ્યત્વે અરબી શબ્દ છે અને ફિત્ર એટલે "ઉપવાસ તોડવો થાય"
ઈદ-ઉલ-ફિત્ર એ ઇસ્લામિક પ્રાર્થના છે જે મોટેભાગે સમુહમાં મોટા હોલમાં થાય છે. રમાદાનનો આ પવિત્ર મહિનો કે જેમાં મુસ્લિમો ઇપ્વાસ રાખીને ખુદાની બંદગી કરે છે , કુરાને શરીફ વાંચીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે છે.
ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ-ઉલ-અધા એ બંને દિવસોમાં મુસ્લિમો એમના ખુદા પ્રત્યે આદરભાવ અને આભારની લાગણી વ્યક્ત કરીને એમની બંદગી કરે છે. અમુક સમય પહેલાની વાત છે મુસ્લીમોના કોઈ મોભી(અબુ બકર)એ છોકરીઓને ગાવાની મનાઈ ફરમાવી હતી  મહોમ્મદએ અબુ બકરને કહ્યું કે એમને ગાવાની પરવાનગી આપો.(થોડી માહિતી જે મને ખબર હતી એ આપની જોડે શેર કરી)
જુદા જુદા પ્રદેશોમાં ઈદની શુભકામનાઓ અલગઅલગ રીતે આપવામાં આવે છે જેનો ભાવાર્થ તો એક જ હોય છે કે આપની આ ઈદ શુભ દાયક રહે. સાથે સાથે આખા વર્ષ દરમ્યાન જે પણ મુસ્લિમ ભાઈઓ વચે કોઈ મનભેદ થયો હોય એને ભૂલીને અને માફ કરીને ખુશી વહેચવામાં આવે છે.
ઘણા લોકો આજના દિવસે "પ્રાણીઓની કતલ " અને બીજા અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરીને આ પર્વનું મહત્વ નષ્ટ કરે છે. માનું છું કે એ ખોટું છ પણ ખોટું તો બીજું ઘણું છે જેની ઉપર આપણી નજર નથી જતી. ઘણાને તો એ પણ ખ્યાલ નહિ હોય કે મુસ્લિમ ભાઈઓગાયને માતા સમાન ગણીને એને પૂજે છે. અમુક લોકોને કારણે આખો સમાજ શું કામ બદનામ થાય? એના કરતા સારી વાતો ઉપર વધારે ધ્યાન આપીએ તો વધારે સારું. કારણકે માનવ માને છે કે આજના આ પવિત્ર અવસર પર એ દરેક મુસ્લિમ ભાઈઓ બહેનોને ઈદની શુભ કામનાઓ પાઠવીએ અને એમના ધર્મમાંથી ઘણી વાતો જે આપણે સૌએ શીખવા જેવી છે એને શીખવાનો એક પ્રયાસ કરીએ.
સાચું કહું તો મને ઇસ્લામ વિષે બહુ ખાસ ખબર ન હતી પણ એમાં રહેલ સારાપણા અને સારી વાતોએ મને એ બાબતે વાંચવા આકર્ષ્યો. શું સારું છે શું ખરાબ છે એની વ્યર્થ ચર્ચા કરવાની જગ્યાએ એ ધર્મમાંથી કંઇક સારું શીખે અને એને અનુસરવાનો પ્રયત્ન કરીએ તો આપણી બંદગી/પ્રાર્થના/પ્રેયરપેલા ભગ્ગું જોડે પહોચી જશે. એને તો આપણી સાચી ભાવનાઓમાં રસ છે.
ફરીથી આપ સૌને  ઈદ-ઉલ-ફિત્રની ખુબ ખુબ શુભકામનાઓ :)
કીપ મુસ્કુરાના :)
***
ક્યાંક કઈ લખવામાં કોઈ ભૂલ થઇ હોય તો માફ કરશો.:) અને ભૂલ સુધારવામાં મદદ કરશો . 

Saturday, November 5, 2011

દિવાળીનું પ્રોમીસ પૂર્ણ થયું!

દિવાળીના સમયે મેં આપની જોડે એક પત્ર શેર કર્યો હતો જે મેં મારા નાનાજી (બાપાને) લખ્યો હતો.(જેની લીંક આ રહી:http://www.facebook.com/photo.php?fbid=291333864218474&set=pt.215301635155031&type=1)
એમાં મેં મારા બાપને પ્રોમીસ કર્યું હતું કે હું અપને ટૂંક સમયમાં મળવા આવીશ.
અને આજે એ પ્રોમીસ પૂર્ણ થયું. ગઈ કાલ રાતની સફર યાદગાર છે. કચ્છ જનારી એક પણ બસની ટીકીટ ન'તી મળી એટલે ગમેતેમ કરીને હું હાઇવે ઉપર પહોચ્યો અને ત્યાં એક બસ જે કચ્છ જઈ રહી હતી એની કેબીનમાં બેસીને આવી ગયો. કારણકે બસમાં એક પણ જગ્યા ખાલી ન હતી.
("માનવે એક વખત જે વાત નક્કી કરી હોય અને જો એ પૂર્ણ ના થાય તો એમાં માનવના પ્રોમીસનું અપમાન છે.")
બસની કેબીનમાં બેસીને આવવાનો અનુભવ જોરદાર રહ્યો છે, એમજે આજ સુધી કોઈ અનુભવ એવો નથી થયો જેમાં માનવને એકસાઇટમેન્ટ નો અહેસાસ ના થયો હોય.
કેબીનમાં બેઠા બેઠા ઊંઘ ના આવે એટલે ડ્રાઈવર સાથે વાતો કરી, એમાં એના ભયાનક ડ્રાઈવિંગ જોઈને એકવાર મોઢું ખુલ્લું પણ રહી ગયું. પણ હું સલામત પહોચી ગયો.
સવારના ૬ વાગ્યે હું કચ્છ પહોચ્યો મારા મામાના ઘરે. લગભગ ૪ વર્ષ પછી હું મારા બાપને મળવા આવ્યો. કચ્છની મહેકમાં કંઇક અલગ જ જાદુ છે. અને સાચું કહું તો દરેક વ્યક્તિના મોસાળમાં એના બાળપણની યાદોની મહેક છુપાયેલી હોય છે. એ જ મહેકનો આનંદ હું સવારના ૬ વાગ્યે, થાક્યા શરીરે લઇ રહ્યો હતો.
ઘરમાં પ્રવેશીને બીજાને મળ્યા પહેલા મારા બાપાના રૂમમાં પહોચ્યો અને એમને "સરપ્રાઈઝ આપ્યું."
આજે એવું કહું તો ચાલે કે "એમના ચહેરા પરની ખુશીનું વર્ણન કરવા માટે શબ્દો નથી મળી રહ્યા"
મારા ખભે બેગ ટીંગાડેલી જ રાખી હતી, ૭ વાગી ગયા છતાં અમારી વાતો જાણે ખુટતી જ ન'તી.
હું એવું કહું તો એમાં જરાય અતિરેક નહિ થાય કે બાપની દિવાળી ખરેખરમાં હેપ્પી દિવાળી બની ગઈ.
મને પણ આનંદ થયો કારણકે બાપાના એકલવાયા જીવનમાં ખુશીની પળ હું લાવી શક્યો. અને જો મેં એનો સંકલ્પ ના કર્યો હોય તો આજે બાપાના ચહેરા પર જે ખુશીની ચમક છે એ ના આવી હોત.
અત્યારે હું લખું છુ ત્યારે બાપા અંદર રૂમમાં "નિરાંતે" આરામ કરી રહ્યા છે.
૮૨ વર્ષના મારા બાપા એકદમ તંદુરસ્ત છે, સાંજે હમેશા ચાલવા જવાનું એમની આદત હતી. પણ છેલ્લા કેટલાય સમયથી એમની આંખો બહુ નબળી પડી ગઈ છે, અને જેનો કોઈ ઈલાજ પણ નથી. દૂરનું કઈ દેખાય નહિ એટલે ઘણા મૂંઝાઈ જાય છે. આજે દુરથી હું એમને ના દેખાયો એમાં જ મને એમની મુંઝવણનો અહેસાસ થઇ ગયો હતો. વૃદ્ધત્વ શું છે એનો અહેસાસ કરવો હોય તો ક્યારેક આપની આજુબાજુ કે આપના ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય એમને ધ્યાનથી નિહાળજો. એમની દરેક ક્રિયાને , હલનચલનને, હાવભાવને ,એમના શબ્દોને ધ્યાનથી સાંભળજો..
જયારે આ જોશો ત્યારે ખ્યાલ આવશે કે વૃદ્ધત્વ નિભાવવું થોડું અઘરું કામ છે, એમાં પણ જયારે કોઈ વ્યક્તિ ૮૨ વર્ષે એકલું હોય ત્યારે એમની મનોવ્યથા શું હોય છે એને શબ્દોમાં તો ન વર્ણવી શકાય છે, અને ક્યારેક કલ્પી પણ નથી શકાતી.
આપણા વૃદ્ધ વ્યક્તિ ગમેતેટલા ચીડીયા સ્વભાવના હોય કે વિચિત્ર સ્વભાવના હોય એમને એકલા ના છોડતા કારણકે એમની આ હાલત ક્યારેક એકલતાને લીધે થતી હોય છે. અને એ વાત પણ સત્ય છે કે આપણે આજે નહિ તો કાલે આ સમયની ગતિ સાથે વૃદ્ધત્વને મળવાના જ છીએ, જો અત્યારે જ એ વૃધ્ત્વને સમજી લઈએ તો આપણે એને નિભાવતા બહુ જલ્દી શીખી જઈશું.
ભવિષ્યની વાત તો પછીની છે પણ આપણા વર્તમાનમાં આપણે આ વૃદ્ધત્વને નજીકથી નિહાળવાનો એક પ્રયત્ન તો કરી જોઈએ, કદાચ મારા નાનાજીની જેમ આપના કોઈ વ્યક્તિ પણ રહી શકે મુસ્કુરાના :)
(જે લોકો એમના દાદા દાદી , નાના નાનીનું ધ્યાન રાખે છે અને જે લોકો આ વાંચ્યા પછી ધ્યાન રાખશે એ સૌને માનવ ખુબ ખુબ લવ યુ કહે છે. :))

માનવનું ફેસબુક પેજ :
http://www.facebook.com/manavninajare

Friday, November 4, 2011

MISTAKE = RETAKE!

મિસ્ટેક!
આજે આ શબ્દને નવા નજરીયાથી જોઈએ.
મુવીઝ્માં કે સીરીયલમાં કે કોઈ રેકોર્ડિંગમાં "રીટેક" શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
ડિરેક્ટરને એના ધર્યા મુજબનો શોટ / ટેક ના મળ્યો હોય ત્યારે એ "રીટેક" લે છે.
જીવનમાં પણ એવું જ છે. મિસ્ટેક એ જીવનનું રીટેક જ છે. ભૂલ કરી છે તો વાંધો નહિ, રીટેક લઇ લો.
માન્યું કે જીવનમાં અમુક ભૂલો એવી પણ હોય છે કે જેમાં રીટેક લેવો શક્ય નથી. એવી પરિસ્થિતિમાં આપણે એ મિસ્ટેકમાંથી રીટેક લેવાની જગ્યાએ એક નવો ટેક લઈને આગળ વધી શકીએ છીએ.
Mistakes Are The Retakes Of Life. Take Them POSITIVELY & Move Ahead.
Keep Muskurana :)
***
માનવની વાતોને આપ ફેસબુક ઉપર પણ વાંચી શકો છો :
http://www.facebook.com/manavninajare
***
આપનો માનવ હવે ટ્વીટર ઉપર પણ છે, જો આપ ટ્વીટર યુઝ કરતા હો તો આ લીંક ઉપર ક્લિક કરીને માનવની વાતો ને ફોલો કરી શકો છો.:
https://twitter.com/Manavninajare

માનવ મંત્ર:4-11-2011


એક જગ્યાએ મેં વાંચ્યું હતું કે "ભૂલો એ એક એવા પ્રકારનું વ્યાજ છે જે માણસ આખી જીંદગી ચુકવે છે"
***
ના, જરૂરી નથી કે ભૂલોનું વ્યાજ માણસ હમેશા ચૂકવતો રહે. ભૂલ થઇ ગઈ એ થઇ ગઈ , એ એની ખુદની પસંદગી હતી અને એનાથી ભૂલ થઇ છે તો એમાં એણે કયા કારણથી "વ્યાજ" ચૂકવવાનું?
આ વ્યાજની વાત ત્યારે જ આવે છે જયારે માણસ પોતાની ભૂલ પછી પોતાની જ નજરમાંથી ઉતરી ગયો હોય છે. હું તો એમ કહું છું કે ભૂલ કરી તો કરી પછી પોતાને દોષ આપીને આપ્યા કરવાનું શું કારણ છે?
ભૂલ થઇ ગઈ, એમાંથી શીખીને આગળ વધો અને એ ભૂલ ફરીથી ના થાય એનું ધ્યાન રાખો!
જે માણસ ભૂલ કરીને અફસોસ જ કર્યે રાખે છે એની સૌથી મોટી ભૂલ એ હોય છે કે એ "ભૂલનો અફસોસ કરીને મર્યે રાખે છે"
જીવન મળ્યું છે,જીવવા માટે મળ્યું છે! આપણે અણસમજ છીએ , ભૂલો કરવાનો હક છે. ભૂલો કરીને એમાંથી શીખીને આગળ વધવાનો પણ હક છે.
પણ આપણે એ હકને બહુ મોટા બોજની જેમ લઇએ છીએ , શીખવાનું તો બાજુમાં રહ્યું આપણે અફસોસ કર્યે રાખીએ છીએ. જે પોતાના હકનું અપમાન છે, પોતાની જાતનું અપમાન છે.
હવે પોતાનું અપમાન કરીને કદાચ જીવવું છે કે પછી એ હકનું માન કરીને,એને અપનાવીને ખરેખરમાં આગળ વધવું છે એ આપણે જ નક્કી કરવાનું રહ્યું.
કીપ મુસ્કુરાના :)
***
માનવનું ઓફીશીયલ ફેસબુક પેજ:http://www.facebook.com/manavninajare

Thursday, November 3, 2011

માનવ મંત્ર : 3-10-2011


જીવનમાં સાચું વલણ અપનાવવું હોય તો આપણા ખુદના પગલામાંથી અપનાવો.
જયારે એક પગલું આગળ હોય છે ત્યારે એને અભિમાન નથી હોતું
અને જયારે બીજું પગલું પાછળ હોય છે ત્યારે એ નિરાશ નથી હોતું.
કારણકે બંને જાણતા હોય છે કે આજે નહિ તો કાલે આ પરિસ્થિતિ બદલાવવાની જ છે.
:)
http://www.facebook.com/manavninajare

Wednesday, November 2, 2011

હેપી બર્થ ડે ચેનસ્મોકર કિંગ ખાન


નાનપણથી જે વ્યક્તિને હું ટીવી ઉપર જોઈને એક અલગ અંદાજમાં આવી જતો હતો, જેની મુવીઝ હું સૌથી વધારે વાર જોતો હતો અને હજુ પણ જોવાનું પસંદ કરું છું, જેના ફેન હોવાનું કોઈ ખાસ કારણ એ ખુદ જ છે એ શાહરુખ ખાનને હેપ્પી બર્થ ડે ...:)
***
ક્યારેક એમને સિગરેટ પીતા જોઈને એમ થાય છે કે માણસને પોતાની જરા પણ ચિંતા નહિ થતી હોય? કદાચ અમુક વર્ષો એ વધારે જીવી શકે જો એ આ લત છોડે, પણ જયારે લત લાગે એના પછી એને છોડવી થોડી અઘરી છે.
અચાનક જ એક વિચાર આવ્યો કે લોકો સિગરેટ કેમ પીતા હોય છે? કદાચ આ સવાલ કઈ નવો નથી. છતાં મને ક્યારેય એનો સંતોષકારક જવાબ મળતો નથી.
એક માન્યતા પ્રમાણે: "હું આર્ટિસ્ટિક માણસ છું એટલે મારે તો સિગરેટ પીવી જ પડે."
"હું તો એક્ટર છું એટલે મારે સિગરેટ પીવી જ પડે"
મોટાભાગના યંગસ્ટર્સ જયારે કોઈ છોકરી સાથે બ્રેકઅપ થયા ત્યારે સિગરેટ પીવાનું શરુ કરતા હોય છે(કારણ? એ વ્યક્તિને ભૂલાવવા માટે, પોતાને ડાઈવર્ટ કરવા માટે... વગેરે)
અમુક યંગસ્ટર્સ એમના મિત્રોને જોઈને, અમુક ફોર્સથી, અમુક વગર વિચાર્યે, અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે "જીવનમાં દરેક વસ્તુ એક વાર ટ્રાય કરવી જોઈએ!",
એક વખત "ટ્રાય" કર્યા પછી એની લત થઇ જાય એવા ઘણા નમૂનાઓ મેં જોયા છે.
અમુક લોકો સ્ટ્રેસ દુર કરવા માટે, કામનું બર્ડન "હેન્ડલ" કરવા...
મારો ફેવરિટ હીરો તો સિગરેટ પીવે છે એટલે હું પણ... આજકાલ છોકરીઓ પણ પીવે છે(પોતાની જાતને મોર્ડન દેખાડવાની લાયમાં અને ક્યારેક ખરેખરો સ્ટ્રેસ અને એકલપણું દુર કરવા) અને બીજા બહુ બધા કારણો...
છતાં માનવ કન્વિન્સ નથી થયો...
એનું કારણ એ છે કે આટલા કારણ આપીને, એની આડ અસરો જાણીને પણ બિન્દાસ સિગરેટ પીનારા કેટલાય નમૂનાઓ છે.
એક વખત મેં મારા કોલેજના ટાઈમમાં મારા ડ્રામાના સરને પૂછ્યું હતું કે "સર , જો તમને એક રોલ આપવામાં આવે જેમાં તમારે સિગરેટ પીવાની હોય , તો શું તમે એ રોલ એક્સેપ્ટ કરો?"
એમનો જવાબ "રોલ કરવા પુરતી પીવામાં કોઈ જ વાંધો નથી પણ એની આદત ના પડે એનું ખાસ ધ્યાન રાખું."
અમુક લોકો નશો કરવા માટે સિગરેટ પીવે છે જેથી એમના કામમાં પૂરેપુરા ઘૂસીને એ કામનો પુરતો "ન્યાય" આપી શકે.
જગજીતસીંગ એમના દરેક શો પહેલા દારુના બે ત્રણ પેગ મારતા અને પછી જ શોની રંગત જમાવતા,
જ્યારે લતા મંગેશકરની વાત કરીએ, એમને કોઈ જ પ્રકારનો નશો નથી. હા, એક નશો છે "ગાવાનો". એ જ્યારે ગાતા હોય ત્યારે એમની બાજુમાંથી એમના કરોડો રૂપિયા કોઈ લઇ જાય તો પણ એમના સિંગિંગમાં એ ડૂબેલા હોય.
"એને જ અસલી નશો કહેવાય."(કન્ફ્યુંઝીન્ગ પણ સત્ય)

અમુક ડોક્ટર્સ એવું કહેતા હોય છે કે "દિવસમાં ૧ સિગરેટ પીવી નુકશાનકારક નથી. એ તમારી અંદરના હાનીકારક જીવાણુનો નાશ કરે છે. "
પણ આ વાત વાંચીને "એને બ્લાઈન્ડલી ફોલો ના કરવું." એ ડોક્ટર એમ પણ કહે છે કે એની સાથે તમારે હેલ્ધી ફૂડ પણ ખાવું પડે, તમારી લાઈફ સ્ટાઈલ ચેન્જ કરવી પડે અને "સિગરેટ વધે નહિ" એનું ધ્યાન રાખવું પડે.
આ વાતને બીજા નજરીયાથી જોઈએ તો "જો તમને ખાડો ખોદવાનું મન હોય(સિગરેટ પીવાનું મન થાય) તો બિન્દાસ ખોદો, પણ સામે એટલી જ માટી પૂરવાનું રાખો(હેલ્ધી ફૂડ ખાવાનું રાખો.) " (ફરીથી કન્ફ્યુંઝીન્ગ પણ ન ફોલો કરાય એવું સત્ય)

નશો કરવો કે ના કરવો એ આપણા મનની વાત છે. કોઈ પણ નાશને આદત બનાવવી એ  આપણી જ ચોઈસ હોય છે પણ...
 "જો એ જ લતને કોઈ પણ સમયે છોડવાની તાકાત તમારામાં ના હોય તો એ નશો ક્યારેય ના કરવો."
આજે શાહરુખ ખાનની બર્થ ડે છે તો પેલા ભગ્ગુંને એટલી જ પ્રાર્થના કે એમને આયુષ્ય બક્ષે અને એમને સિગરેટની આડઅસરો (જે એમના શરીરમાં પ્રવેશી ચુકી છે) એનાથી સલામત રાખે.:) કીપ મુસ્કુરાના :)
***
માનવના બીજા આર્ટીકલ્સ ફેસબુક ઉપર આપ વાંચી શકો છો:
http://www.facebook.com/manavninajare

Tuesday, November 1, 2011

જયારે કોઈ એમ કહે કે : I'm FINE yaar! please leave me Alone!

મને થોડા સમય પહેલા એક મેસેજ મળ્યો હતો જે કંઇક આ મુજબ હતો.
"AVOIDING A PROBLEM NEVER SOVLES IT. IT JUST SHIFTS FROM THE CONSCIOUS MIND TO THE SUB-CONSCIOUS MIND & STAYS FOREVER"
હવે આમાં માનવ ની નજર માં કઈ વાત આવી છે એ તો પછી કહું પહેલા મને જે અનુભવ થયો એ શેર કરું...
મારી ઓફીસ માં ટેકનીકલનો એક માણસ હતો જે ત્યાં જોબ કરે છે અને સિસ્ટમ ને લગતા બધા 'કલર' એ જ કરે છે.
આમ પાછી ભાઈની ઉમર નાની છે છતાં જોબ કરે છે જે ઘણી સારી વાત કહેવાય.
વાત જાણે એમ છે કે એ એના ટેબલ આગળ બેઠો છાપું વાંચી રહ્યો હતો અને હું મારું કામ પતાવીને ત્યાંથી પસાર થઇ રહ્યો હતો
મારી નજર એની ઉપર પડી અને મારા સ્વભાવ પ્રમાણે મેં એને પૂછ્યું કે શું ભાઈ મજામાં ને?
એ કહે હા બસ મજેમે હે ..
(એકદમ ફિક્કું)
બીજી વાત મેં એ નોંધી કે એના મોઢા પર એવી ચમક ના હતી જે હું દરરોજ જોઈ શકતો હતો
કંઇક તો લોચા હતા એટલે મેં એને જ પૂછી લીધું "ભાઈ ક્યાં હુઆ ઇતના ઉદાસ કયું લગ રહા હે?"
એ કહે, "અરે નહિ નહિ મેં તો મઝેમે હી હું કુછ નહિ હુઆ મુઝે!"
મેં કીધું, "બેટા, અપને દોનો કી ઉમર ભલે હી એક કયું ના હો પર મેરી આંખે ઓર દિમાગ તેરે સી કઈ તેઝ હૈ તો અબ બોલ હી દે ક્યાં હુઆ હે ક્યુંકી મેં આંખે ઔર ચહેરા પઢને મેં થોડા માહિર તો હું તો અબ બોલજા!"
એના ચહેરા પર ની વધીઘટી ચમક પણ ઉડી ગઈ.
સાચી વાત મોઢા પર કહી દીધી અને અરીસો દેખાડી દીધોને એટલે.
મને કહે, "અછા તું જાનતા હે ના મુઝે ક્યાં હુઆ હે તો બતા મુજ્હે ક્યાં હુઆ હે!"
મેં કીધું કે, :દેખ દોસ્ત મેં તુઝે ઇતના ભી નહી જાનતા તો મેં તુઝે પરફેક્ટ બતા પાઉં પર જહાતક મેં જાનતા હું ઔર અનુમાન કર સકતા હું મુજ્હે લગતા હે કે તુજ્હ્સે કોઈ ગલતી હો ગઈ હે જો તું બતાના નહિ ચાહતા" ..
પાછી ચમક ઉડી ગઈ.
એ કહે, "દેખ યાર મુઝે અભી કુછ નહિ બતાના મેં મન મેં હી રખના ચાહતા હું એક દો દિન મેં સબ ઠીક હો જાએગા, લાઈફ હે ચલતી રહેતી હે."
મેં કીધું "દેખ મુઝે તેરે પ્રોબ્લેમ જાનને મેં કોઈ દિલચસ્પી નહિ પર મેં તુઝે એક એક બાત બતાના ચાહતા હું કી અગર તું આજ મેરે સાથ અપની બાતે શેર નહિ કરતા તો મુઝે તો કોઈ ફરક નહિ પડેગા પર ફરક તો તુઝે હી પડેગા.તું એસા માનતા હે કી અગર તું અપના પ્રોબ્લેમ શેર નહિ કરેગા તો તું ઠીક હો જાએગા પર એસા નહિ હે. જિસ બાત સે તું ખોયા ખોયા હે વોહ બાત અગર તું શેર નહિ કરતા હે ના તો વોહ તેરે મન ને અંદર ઘૂસ જાએગી હમેશા કે લીએ.. વોહ તુજે ભી પતા નહિ ચલેગા પર જબ ઇસ સે ભી બડી કોઈ પ્રોબ્લેમ આએગી ના તબ જો જો બાતે તુને અપને મન મેં બંધ કર કે રખી હે વોહ બડે હી ગુસ્સે કા રૂપ લેકે તેરે સામને આએગી જો કોઈ સંભાલ નહિ પાતા ઔર કિસી કો પતા નહિ ચલતા!
અગર તું એસી છોટી છોટી બાતે શેર કર દેતા હે ના તો વોહ બડા ગુસ્સા કભી નહિ આએગા ઔર તું અપની લાઈફ કા મઝા લે પાએગા બીના એસે બેઠે હુએ."
---
છેવટે એ માન્યો અને એના મન માં જે વિચારો નું યુદ્ધ ચાલી રહ્યું હતું એને એણે બહાર કાઢ્યું અને પછી થોડો હળવો થયો મન થી,

માનવ ની નજરે:
આખા અનુભવ અને પેલા મેસેજની મહત્તાને નજરમાં લઈએ તો એવું કહી શકીએ કે જ્યારે જ્યારે આપણા ઉપર કોઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે એમુશ્કેલીને વધારનાર આપણે ખુદ જ છીએ.
હવે આપણે કેમ કારણભુત છીએ એ કહું:
જ્યારે મારા દોસ્ત ને ખબર પડી કે એણે કોઈ વાત થી પ્રોબ્લેમ છે કે એ કોઈ વાત થી ડીસ્ટબ છે તો એણે એ વાતને મન માંથી કાઢવાની જગ્યાએ એણે એ વાત મનમાં જ રાખી મુકવાનું કામ કર્યું.
બીજું એણે એમ માની લીધું કે આ તો એક બે દિવસ માં બધું ઠીક થઇ જ જવાનું છે તો બહાર નીકાળવાની જરૂર નથી..
પણ ખરેખરમાં શું થાય છે એ હું કહું:
જ્યારેપણ મન કોઈ વાત થી ડીસ્ટબ હોય છે ત્યારે કોઈ જોડે વાત નહિ જ કરવાનું મન થાય. જ્યાં છીએ ત્યાના ત્યાં જ બેઠા રહેવાનું મન થાય છે . આવા સમયે આપના મનને એક સહારાની જરૂર હોય છે આપણે તો ખુદ એટલા સક્ષમ નથી હોતા કે પોતાને સહારો આપી શકીએ પણ આપની વાચા , જીભ આપણને સહારો આપવા માટે તૈયાર હોય છે પણ એવા સમયે આપણને બોલવાનું પણ મન નથી થતું
પણ એ વાત તો હમેશા માટે મનની દીવાલ માં બંધાઈ જાય છે અને પછી...
આપણે એવું માની ને બેસીએ છીએ કે વાત સોલ્વ થઇ ગઈ છે "આઈ એમ ફાઈન, આઈ એમ ઓલ રાઈટ."
(એવું માની લઈએ છીએ)
આવી વાતો મન પર ભાર કરી દે છે અને પછી શું થાય છે એ તો બધાને ખબર છે કારણકે આપણે બધા પણ એ જ કરીએ છીએ.

જ્યારે પણ આવી જ કોઈ પરિસ્થિતિ આપણી સામે આવે છે ત્યારે મનની દીવાલમાં ભરેલી વાતો મોટા ગુસ્સાના રૂપમાં તમને પાછી મળે છે અને કોઈપણ વ્યક્તિ નો ગુસ્સો કેવો સરસ હોય છે અને કેવી પરિસ્થિતિ સર્જાય છે એ તો બધાને ખબર છે. તો હવે જ્યારે પણ મન ડીસ્ટબ હોય ત્યારે આ માનવની એક વાત માનજો...
કોઈ પણ દોસ્ત સાથે જે તમને લાગે કે સાંભળશે એની જોડે વાત કરો એ વાત શેર કરો અથવા તો સૌથી શ્રેષ્ઠ: ડાયરી લખવાનું શરુ કરો.
ડાયરી જેવો શ્રેષ્ઠ મિત્ર તમને ક્યાય નહિ મળે, કારણકે એ એવી વ્યક્તિ છે જે તમારા મનની વાતો ધ્યાન થી સાંભળશે અને તમને પોતાનાથી મળાવશે પણ ખરી પછી તમે પોતાને પણ સારી રીતે જાણી શકશો. પછી ક્યારેય એકલતા અને જીવન માં ડીસ્ટબન્સ નો અનુભવ નહિ થાય . :)
જીવનમાં ક્યારેય પણ એવું ના કહો કે "લીવ મી અલોન"... પોતાની અંદર વસતા માનવનો હાથ પકડો અને મનનો ભાર હળવો કરી દો. :)
http://www.facebook.com/manavninajare