Sunday, October 30, 2011

દિવાળીમાં મારે સંબંધીઓને નથી મળવું!


રવિવારે પણ માનવના વિચારોને ચેન નથી પડતું.
આજે થોડી અલગ વાત કરવી છે. જે ક્યાંક મારું ભૂતકાળ હતું અને જેને મેં મારી ઇચ્છાથી બદલીને સુધાર્યું છે અને એના ફળ આજે મને ઘણા મીઠા લાગી રહ્યા છે, પણ જયારે એ જ ભૂતકાળ આપણી પોતાની વ્યક્તિ દ્વારા ફરીથી આવે તો એને બદલવાની ઈચ્છા થાય.
વાત કંઇક એમ છે કે...
દિવાળી ગઈ પણ હવે એક નવી કસરત શરુ થઇ. સંબંધીઓને મળવાની.
બધાને ઘરે જવાનું, પગે લાગવાનું , નાસ્તો કરવાનો અને મજાથી વાતો કરવાની(એ વાત અલગ છે કે મેં જે રીતે લખ્યું છે એ રીતે સંબધીઓ જોડે વાત કરતા લોકો બહુ ઓછા છે, પણ માનવ થોડો "કલરીયો" છે તો એને મજાથી વાત કરવામાં જ મજા આવે છે)
ગઈકાલની જ વાત છે , અમારું આખું ફેમીલી મારા પા (પપ્પા)ના મામાને મળવા નીકળતા હતા અને અમારા નાની બહેને ફોડ પાડ્યો "મારે ત્યાં નથી આવવું!, મને કંટાળો આવે છે"
મને મારું નાનપણ યાદ આવી ગયું.(હજુ પણ કી ખાસ મોટા નથી થયા ;))
હું જયારે નાનો હતો ત્યારે હું પણ મારા પા અને મમ્મીને ના પાડતો હતો બહાર આવવા માટે.
ઘરે બેસીને ટીવી જોઈને કંટાળવાનું પણ સંબંધીઓને નહિ મળવાનું.
કારણ???? "મને તો ત્યાં કંટાળો આવે છે"
પણ મારા "પા" આ બાબતે ઘણા કડક. હું ગમે તેટલું ના પાડું, જીદ કરું તો પણ એ ના જ માને.
મને કહેતા "કંટાળો શેનો આવે? બધા જોડે વાત કરો એટલે આપોઆપ કંટાળો દુર થઇ જાય.દિવાળીમાં સંબંધીઓને નહિ મળે તો ક્યારે મળીશ?"
એટલે નાછુટકે મારે બધાને મળવા આવવું પડતું હતું. એક દિવસ પપ્પાએ મારી જીદ માનીને મને ઘરે બેસાડ્યો. મને સખત કંટાળો આવ્યો અને એકલું લાગ્યું. સાચું કહું તો જેટલો કંટાળો મને મારા સંબંધીઓને ત્યાં આવતો હતો એના કરતા ગ્રે રહવાનો આ કંટાળો થોડો ભારે હતો.
બીજા દિવસથી "પા" કહે એ પહેલા જ તૈયાર થઈને એમની જોડે બધી જગ્યાએ ગયો હતો.
***
આ હતું મારું ભૂતકાળ. જેમાંથી હું જાતે શીખ્યો અને બધા જોડે ભળતો થયો.
ગઈકાલે મને મારું ભૂતકાળ અમારી નાની બહેનમાં દેખાયું.
મેડમને નાછુટકે તૈયાર થવું પડ્યું અને અમારી જોડે બહાર આવવું પડ્યું. આખા રસ્તે મોઢું ચઢેલું હતું. પણ શું કરે?
અમે મામાના ઘરે પહોચ્યા અને બહાર નીકળ્યા અને પછીનો જે બદલાવ હતો એ જોવા જેવો હતો, જતા સમયે જે મોઢું ચઢેલું હતું એ મજાથી સ્માઈલ કરવા લાગ્યું. કારણ? મામાના ઘરે વાતો કરવાની અને બધાને મળવાની મજા આવી ગઈ. :)
***
ધીમેધીમે સમય બદલાઈ રહ્યો છે એવું લોકોને લાગે છે. "ખરેખરમાં સમય નથી બદલાઈ રહ્યો. બસ આપણું વલણ બદલાઈ રહ્યું છે."
આપણા બાળકો જો આપણને એક વખત એમ કહે કે મારે નથી આવવું તો આપણે વગર કહ્યે એમની વાત માની લઈશું. એનું કારણ એ છે કે આપણે કકળાટ નથી માંગતા. છોકરું ઘરે બેસીને ટીવી, લેપટોપ , પી એસ પી. પર રમ્યે રાખે અને કુવામાંનું દેડકું બની જાય છતાં અમુક વખતે આપણે એમને બહાર લઇ જવાનું ટાળતા હોઈએ છીએ.
બાળક નહિ જ સમજે કારણકે એને કંટાળો આવે એ સ્વાભાવિક છે. આજુબાજુ બધા મોટા હોય અને એમની વચ્ચે પોતે નાનો \નાની હોય તો કોની જોડે વાત કરે? શું બોલે? કયા ટોપિક પર પોતાનો મુદ્દો રજુ કરે? આ બધું થાય છે એટલે બાળકના મનમાં "કંટાળાની ગ્રંથી" બેસી જાય છે જે આપણે ક્યારેક ન સમજીને એને દુર નથી કરી શકતા. એ જયારે નાનું હોય ત્યારે કંટાળી જાય અને આપણે એને ન લઇ જઈએ એ વાત કદાચ માનીએ પણ એ દરમ્યાન બાળકના મનની અંદર જે ગ્રંથી બંધાય છે એ દ્રઢ બની જાય છે . આગળ જતા એ બાળક મોટું થાય છે પણ "કંટાળુ છુ"ની ગ્રંથી દુર નથી થતી.
છેવટે શું થાય છે કે આપણે બધા સંબંધીઓને ઓળખતા હોઈશું પણ બાળકને તો એ બધા બહારના કે અજાણ્યા જ લાગશે. પછી એ કોની જોડે વાત કરશે?
મોટો થયા પછી પણ એ નાનો જ રહી જશે.
જો મારા "પા"એ મારી જોડે કડકાઈનું વલણ રાખીને મને બધાના ઘરે ના લઇ ગયા હોત તો હું શું હોત એ મારા પડોસીના છોકરાઓને જોઈને જ હું કહું કે હું આવો જ હોત.
***
બાળક તો અણસમજ હોય છે એટલે એને નથી ખબર કે એનું એક પગલું આગળ જઈ ને એના કેટલા પગલા રોકશે,પણ આપણે તો સમજદાર છીએ ને? એને સમજદાર બનાવવાની જગ્યાએ જો એને આપણે કુવામાનો દેડકો બનાવીએ તો ક્યાંથી ચાલે? પછી આપણે જ ફરિયાદ કરતા હોઈશું "મારો ચિંટુ તો કોઈની જોડે વાત નથી કરતો!, મારી ચિંકી તો બોલતા બહુ શરમાય છે"
આવા સ્ટેટમેન્ટ એ અફસોસનું સૌથી મોટું ઉદાહરણ છે,જે કોઈને ના ગમે.
માનવ તો એક જ વાત કહે છે કે બહાર જતા કે સંબંધીઓને મળવા જતા જો બાળકો આવવાની ના પાડે તો એમને સમજાવાનું કામ આપણું છે. અને જો ના સમજે તો પણ એમને એકલા "ન" રાખીને પોતાની સાથે દુનિયા દેખાડવાની જવાબદારી પણ આપણી જ છે.
આજે હું મારા પા અને મા ને સ્પેશિયલ થેન્ક્સ કહું છું કે તેઓ એ મને કુવામાંથી બહાર કાઢીને દુનિયા દેખાડી. :)
બાળકોને આજે દુનિયા દેખાડશો તો કાલે ઉઠીને એ પણ સાચી દુનિયા દેખશે અને રહેશે મુસ્કુરાના :)
કીપ મુસ્કુરાના :)
A FAMILY LOOKS BEST WHEN ALL MEMBERS ARE HAPPY TOGATHER :)
http://www.facebook.com/manavninajare(માનવનું ઓફીશીયલ પેજ આજે જ જોઈન કરો)

No comments:

Post a Comment