Thursday, January 12, 2012

આજના જુવાનીયાઓ તો બહુ બગડી ગયા છે!!

૧૨મિ જાન્યુઆરી. સ્વામી વિવેકાનંદ જયંતી. નેશનલ યુથ ડે.
પણ મોટાભાગના યુથને આજનો દિવસ ખ્યાલ નહિ હોય એવી આશા છે. 
ઓલવેઝ યંગ રહેલ વ્યક્તિ જેમને લોકોને એક અનેરા ઉત્સાહ સાથે દરેક કામ કરવાની પ્રેરણા આપી, "ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો"
****
આવી કેટલી બધી વાતો ઘણા બધા કહેવાતા મોટા લોકો કરશે અને આજના યુથને "ઇન્સ્પયાર" કરશે. અને યુથ કેટલું ઇન્સ્પિરેશન લેશે એતો આપણે સૌ જાણીએ જ છીએ.
આજના યુથને બહુ અલગ નજરથી જોવામાં આવે છે.
આવા ડાયલોગ તો તમે સાંભળ્યા જ હશે:"આજકાલના જુવાનીયાઓ તો સાવ બગડ્યા છે, ખરાબ રવાડે ચઢ્યા છે. ખબર નહિ શું થશે આમનું? અમારા જમાનામાં તો આવું કંઈ ન'તું. અમે તો બહુ સરસ રીતે પોતાની જુવાનીનો ઉપયોગ કર્યો હતો"(જે લોકોએ એમની જુવાનીનો સરસ ઉપયોગ કર્યો હોય છે એમને આ બધું બોલવાની જરૂર પણ નથી પડતી. એમનું કામ જ બોલતું હોય છે)
નો ડાઉટ આજના અમુક યુવાનો ખરાબ રસ્તે ચઢ્યા છે અને એની ઘણી અસરો આખા સમાજે અને એમણે ભોગવવી પડે છે. પણ જે યુથ ખરેખરમાં સારું છે એની સરાહના તો કોઈ કરતુ નથી. આજનું મોટાભાગનું યુથ એનજીઓમાં કાર્યરત છે. શોખ ખાતર, સારી ભાવનાથી કે ટાઈમઓંસ માટે પણ યુથ સારા કામ કરે જ છે. નાની ઉમર થી કમાવવાનું શરુ કરે છે પોતાના ખર્ચાઓ પ્રત્યે "થોડાઘણા" જાગૃત બન્યા છે, થોડા સ્વછંદ બન્યા છે પણ એમને મેનેજ કરવા અઘરા કામ જેવું નથી. ઉમર પ્રમાણે થોડી વહેલી મેચ્યોરીટી આવી છે, જે અમુક અંશે થોડું નેગેટીવ પણ મોટાભાગે પોઝીટીવ રીઝલ્ટ દેખાડે છે.
મૂળ મુદ્દો અહી એ છે કે લોકો યુથને બહુ નેગેટીવ નજર થી જુએ છે. એક વાર જે યુથ સારું કામ કરે છે એને તો જુઓ. દરેક માણસમાં કંઇક અલગ કરવાની ક્ષમતા હોય જ છે, બસ આપણે એને માત્ર "બગડી ગયા છે" એમ બોલીને છૂટી જઈએ છીએ.
જો તમને ખરેખરમાં લાગતું જ હોય કે યુથ બગડ્યું જ છે તો એમને સુધારવાની એક નાનકડી પહેલ કરવી એ પણ તમારી જવાબદારી છે. માત્ર ગાળો આપીને છૂટી જવું એ તો ખુદ નમાલાપણું છે. દરેક યુથને સારા માર્ગે કે સાચા માર્ગે વાળવું એ જવાબદારી એજ વ્યક્તિની છે જે એમને "બગડેલા" કહે છે. યુથ સારું જ છે અને એક નવા નજરીયાથી આવ્યું છે માત્ર વર્ઝન ચેન્જ થયું છે. એ નવા વર્ઝનમાં આપણે ખુદે ફીટ થઈને એમને સારા અને સાચા માર્ગે વાળવાના છે. જો તેઓ સારા માર્ગે છે તો જરૂરી છે કે એમને મોટીવેશન આપીએ કારણકે આપણે ટીકા કરવામાં એક્સપર્ટ છીએએ પણ કોઈને સારા કામ માટે મોટીવેટ કરવામાં બહુ પાછા પડીએ છીએ.
આજનો યુથ ડે માનવની નજરે. ઉજવીએ હંમેશ માટે,પછી યુથ માટેનું કમ્પ્લેન બોક્સ બંધ થઇ જશે. :) સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના દિન ઉપર એક નવા નજરિયાથી આજના યુથને આગળ વધારીએ.

3 comments:

  1. સચોટ વાત :આપણે ટીકા કરવામાં એક્સપર્ટ છીએ પણ કોઈને સારા કામ માટે મોટીવેટ કરવામાં બહુ પાછા પડીએ છીએ.
    આ વાત ઘણી બધી જગ્યાએ લાગુ પડે છે.

    ReplyDelete
  2. Dear manav parekh kem cho....

    ReplyDelete
  3. Very nice article.

    ReplyDelete