Monday, January 9, 2012

મારા જીવનની એક માત્ર ગર્લફ્રેન્ડ એટલેકે મારી મમ્મીનો જન્મદિન :)

આજે મારા જીવનની એક માત્ર ગર્લફ્રેન્ડ એટલેકે મારી મમ્મીનો જન્મદિન છે. એક નાનકડા બીજમાંથી માનવ બન્યો એ મારા મમ્મીને કારણે. મારા જીવનની એક વાત શેર કરીશ અહી, સાહિત્ય બાબતે જેટલું જ્ઞાન છે, જે પણ કાવ્ય રચનાઓ હું ક્યારેક કરું છે, ઇન શોર્ટ આપની સામે માનવ છે એ મારા મમ્મીને કારણે જ છે. કારણકે મમ્મી પહેલાથી વાંચન બાબતે ખુબ જ ઊંડી રુચિ ધરાવે છે. ઈંગ્લીશમાં કહું તો વોરેશીયસ રીડર. એમનો વારસો મને મળ્યો છે એમ કહું તો પણ ચાલે.
હું સ્કુલમાં હતો ત્યારની વાત છે, ગુજરાતીમાં નિબંધ આવતો "માતૃપ્રેમ". અમારા ટીચર અમને નોર્મલ નિબંધ લખાવતા અને એને મોઢે કરીને પરીક્ષામાં લખવાનું રહેતું. છતાં મને એ નિબંધમાં કઈ ટપ્પો જ ન પડે. મને પહેલેથી જ આદત છે "ન ગોખવાની". જેટલું સમજ્યા એને પોતાના શબ્દોમાં લખવાનું. કઈક યુનિક કરવાનું. જયારે પણ હું આ નિબંધ લખું એમાં શબ્દો અને વાક્યો થોડા અલગ હોય પણ કેન્દ્ર સ્થાને એક જ વ્યક્તિ હોય એ "મારી માં". નિબંધની શરૂઆત કરું એ પહેલા મમ્મીને મનમાં નિહાળું અને લખતો જાઉં. એમ કરતા કરતા ૧૦ પાના ભરાય પણ નિબંધ પુરો ના થાય. છેવટે ઘડિયાળને ધ્યાનમાં રાખીને નિબંધ પૂર્ણ કરતો. કારણકે જે વ્યક્તિ જ ખુદ એક અવિરત પુસ્તક છે એના વિષે નિબંધ લખવો તો કાઈંજ નથી. મેં હમેશા જોયું છે કે મમ્મીને હમેશા એના બાળકો દુનિયાના સૌથી દેખાવડા બાળક લાગતા હોય છે. ગમે તેવી તકલીફ કેમ ન હોય હમેશા બાળક માટે એમને ભાવતું ખાવાનું બનાવી આપવા તત્પર હોય એ માં.
ગઈકાલે આઈ.એન.ટી ના ડ્રામા જોવા ગયો હતો એમાં પણ એક દરમાં મમ્મી અને બાળક ઉપર હતું. અને એના જ અડધો કલાક બાદ મમ્મીન જન્મદિન. એકઝેટ ૧૨ વાગે કેક લઇ જઈને વીશ કરીને સરપ્રાઈઝ આપવાનું અને એમના ફેસ ઉપરની સ્માઈલ જોઈને પ્રેમમાં પડી જવું, આ મારું સૌથી પ્રિય કામ મેં રાત્રે ૧૨ વાગે કર્યું.
મેં ક્યાંક વાંચ્યું હતું કે તમારા જીવનનો સૌથી પહેલો પ્રેમ એ તમારી માતા છે. પણ માનવના મતે દુનિયામાં સૌથી પહેલો અને છેલ્લો પ્રેમ પણ માતા જ છે. આજકાલના લવ રીલેશનમાં છોકરો કે છોકરી જો એના પાટનરને થોડો ઓછો પ્રેમ કરશે તો તરત બીજી બાજુના પ્રેમમાં ઓટ આવવા લાગશે. પણ મમ્મીનો પ્રેમ તો હમેશા હૃદયમાં ભરપુર હોય છે. આપણે ગમતેટલા ગુસ્સે હોઈએ, ગમે તેમ બોલીએ છતાં મમ્મીના પ્રેમમાં ક્યારેય ઓટ નથી આવતી.
આવો અનકન્ડીશનલ લવ તો મમ્મી જ કરી શકે એ વાત માં જરા પણ અતિરેક નથી. થોડા સમય પહેલા મેં એક બુક ખરીદી જેનું ટાઈટલ છે "આઈ લવ યુ મમ્મી". અલગ અલગ લેખકો અને વ્યક્તિઓના માતૃપ્રેમ નું એક સંપાદન છે એ બુક. અચૂકથી વાંચજો. માતા, મમ્મી,મોમ જેવા અલગ અલગ રૂપ તમને આ બુકમાં વાંચવા મળશે.
તમે માં કહો કે મમ્મી કહો કે મોમ કહો કે મારી જેમ નામથી બોલાવો મમ્મી તો મમ્મી જ રહેશે.
આખો દિવસ સખત કામ કરીને રાત્રે તમે જયારે મોડા ઘરે આવો ત્યારે રસોડામાં ગરમ ગરમ રોટલીઓ ડબ્બામાં પડી હોય એને જ માં નો પ્રેમ કહેવાય.
મારા દોસ્તો મને ઘણી વાર મને પૂછે છે કે "ગલફ્રેન્ડ છે કે નહિ?"
હું કહું હા , છે ને. જન્મ્યો ત્યારથી મારી એક જ ગલફ્રેન્ડ છે અને એ છે "મારી માં". માય વન એન્ડ ઓન્લી ગર્લફ્રેન્ડ. "હેપ્પી બર્થ ડે માં" લવ યુ અ લોટ. :) કીપ મુસ્કુરાના માય લવ.♥

No comments:

Post a Comment